12 વિધાર્થીઓ કે જેને ચકાસણી માટે અરજી કરી પણ ગુણમાં ઘટાડો થયો: આગામી 2 જુલાઈ સુધી પરિણામ જોઈ શકાશે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલા ધો 10ના પરિણામ બાદ જે વિધાર્થીઓને પરિણામથી સંતોષ ના હોય તેમને પુનઃ મૂલ્યાંકન કરવાની સૂચના આપી હતી. જેના અનુસન્ધાને 14516 વિધાર્થીએ અરજી કરી હતી. જેમાં કુલ 400 જેટલી અરજીઓમાં વિધાર્થીઓના ગુણમાં સુધારો થયો છે. 40 વિધાર્થીઓ એવા છે કે જેઓ અગાઉ નાપાસ હતા પરંતુ પુનઃ મૂલ્યાંકન બાદ પાસ થયા છે અને 12 વિધાર્થીઓ એવા છે કે જેના ગુણમાં વધારો થયો નથી.
ધો.10નું પરિણામ 25 મેના રોજ જાહેર કરવામાં આવ્યા બાદ નાપાસ થયા હોય અથવા તો પોતાના પરિણામથી સંતોષ ના હોય તેવા વિધાર્થીઓને પુનઃ મૂલ્યાંકન અને પુનઃ ગુણ ચકાસણી માટે 7મી જૂન નક્કી કરવામાં આવી હતી તેમાં એક દિવસનો વધારો કરી 8 જૂન કરવામાં આવી હતી.
સમગ્ર રાજ્યમાંથી કુલ 14516 વિધાર્થીઓએ જુદા જુદા 29774 ઉત્તરવહીમાં ગુણ ચકાસણી માટે અરજીઓ કરી હતી. શિક્ષણબોર્ડ દ્વારા એક્સપર્ટ દ્વારા આ તમામ વિધાર્થીઓની અરજીઓની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં કુલ 400 વિધાર્થીઓના ગુણમાં સુધારો થયો છે. આગામી 2 જુલાઈ સુધી આ પરિણામ જોઈ શકાશે અને વિધાર્થીઓએ પોતાની સ્કૂલમાંથી પોતાની માર્કશીટ લેવાની રહેશે.