- લલિત કગથરા, ઇન્દ્રવિજયસિંહ ગોહિલ, જિગ્નેશ મેવાણી, કાદીર પીરજાદા, પરેશ ધાનાણી, વિમલ ચુડાસમા, ઇન્દ્રનિલ રાજ્ય ગુરૂ, રધુભાઇ દેસાઇ અને નિશિથ વ્યાસ સહિતના લોકલ નામો પણ જાહેર
ગુજરાતમાં કોંગ્રેસ ભાજપને લડત આપવા સજ્જ બન્યું છે. 7મેંએ 25 બેઠકો ઉપર મતદાન થવાનું છે. આ પૂર્વે માહોલ બનાવવા કોંગ્રેસ હાઈ કમાન્ડે 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. આ સ્ટાર પ્રચારકો ગુજરાત આવીને પ્રચાર કરવાના છે.ચૂંટણી પહેલા કોંગ્રેસે સુરત લોકસભા સીટ ગુમાવી છે. છતાં કોંગ્રેસ હારી નથી. કોંગ્રેસે ગુજરાતમાં સ્ટાર પ્રચારકોનું લિસ્ટ જાહેર કર્યું છે. ગુજરાતમાં લોકસભા અને વિધાનસભા પેટા ચૂંટણી માટે કોંગ્રેસના 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે.
લોકસભાની ચુંટણી અને વિધાનસભાની પેટા ચુટંણી માટે કોગ્રેસના સ્ટાર પ્રચારકનું લિસ્ટ જાહેર કર્યું છે. કોંગ્રેસના 40 સ્ટાર પ્રચારકોની યાદીને ચુટંણી પંચની મહોર લાગી છે. ગુજરાતના સ્ટાર પ્રચારોમાં નેશનલ કોંગ્રેસના નેતાઓ સામેલ છે. જેમાં એઆઈસીસી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સ્ટાર પ્રચારક છે. તો પુર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, મહામંત્રી પ્રિયંકા ગાંધી પણ સ્ટાર પ્રચારક બન્યા છે. કેસી વેણુગોપાલ , મુકુલ વાસનીક અશોક ગહેલોતનો પણ લિસ્ટમાં સમાવેશ કરાયો છે. આ ઉપરાંત રણદિપ સુરજેવાલ, સચિન પાયલટ, ઉષા નાયડુ, રામકિશન ઓઝા સ્ટાર પ્રચારકની યાદીમાં સામેલ છે.
ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિહ ગોહિલ, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડા સ્ટાર પ્રચારકની યાદીમાં સામેલ છે. આ ઉપરાંત જગદીશ ઠાકોર, સિધ્ધાર્થ પટેલ, ભરત સોલંકી, દિપક બાબરીયા, મધુસુદન મિસ્ત્રી, અમીબેન યાજ્ઞિકનો સમાવેશ કરાયો છે. ઉપરાંત શૈલેષ પરમાર,લલિત કગથરા, ઇન્દ્રવિજય સિંહ ગોહિલ, જિગ્નેશ મેવાણી, કાદીર પીરજાદા, ગૌરવ પંડ્યા, પરેશ ધાનાણી, સુખરામ રાઠવા, મુમતાઝ પટેલ, લાલજી દેસાઈ, બીવી શ્રીનિવાસ, અલકા લાંબા, ઇમરાન પ્રતાપ ગઢી, વિમલ ચુડાસમા, દિનેશ ઠાકોર , ચંદ્રીકા ચુડાસમા, પુંજા ભાઇ વંશ ,ગ્યાસુદ્દીન શેખ, ઇન્દ્રનિલ રાજ્ય ગુરૂ, રધુ ભાઇ દેસાઇ અને નિશિથ વ્યાસ કોંગ્રેસના સ્ટાર પ્રચારક બનાવાયા છે.બીજી તરફ ગુજરાતમાં લોકસભાની 25 બેઠકોની ચૂંટણીમાં 19 મહિલાઓ સાથે કુલ 266 તેમજ વિધાનસભાની પાંચ બેઠકોમાં 24 ઉમેદવારો મેદાનમાં રહ્યાં છે.
ઉમેદવારી પત્રોની ચકાસણી અને ફોર્મ પાછા ખેંચાયા પછી આખરી ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરીના જણાવ્યા પ્રમાણે લોકસભાની 26 બેઠકો માટે 433 અને વિધાનસભા માટે 37 ઉમેદવારો મેદાનમાં હતા પરંતુ ઉમેદવારી ફોર્મની ચકાસણી પછી લોકસભામાં 266 અને વિધાનસભામાં 27 ઉમેદવારો મેદાનમાં રહ્યા હતા. ચૂંટણી પંચે 105 ઉમેદવારી પત્રો રિજેક્ટ કર્યા હતા. સોમવારે 62 ઉમેદવારી પત્રો પાછા ખેંચાયા પછી ઉમેદવારોની ફાઈનલ યાદી તૈયાર થઈ છે, જે પૈકી લોકસભાની અમદાવાદ બેઠક ઉપર સૌથી વધુ 18 ઉમેદવારો સ્પર્ધામાં છે જ્યારે સૌથી ઓછા ત્રણ ઉમેદવારો બારડોલી બેઠક પર રહ્યાં છે. એવી જ રીતે વિજાપુર વિધાનસભાની બેઠકમાં સૌથી વધુ આઠ ઉમેદવારો અને સૌથી ઓછા બે ઉમેદવારો વાઘોડિયા બેઠક પર ચૂંટણી લડી રહ્યાં છે.