• ઈજાગ્રસ્તોને લીંબડી અને સુરેન્દ્રનગર સારવાર અર્થે ખસેડાયા : સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા બસ પલટી મારી ગયાનું તારણ

પોરબંદર થી મધ્યપ્રદેશ જતી ખાનગી લક્ઝર બસ જાખણ ગામના પાટીયા નજીક પલટી મારી જતા બસમાં સવાર 40થી વધુ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે. 25થી વધુ લોકોને લીંબડી સરકારી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે જયારે 15 જેટલાં ગંભીર દર્દીઓને સુરેન્દ્રનગરની મેડિકલ કોલેજમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે ખાસ કરીને લીંબડી રાજકોટ અને લીમડી અમદાવાદ હાઈવે ઉપર રોજબરોજ નાના મોટા અકસ્માતો સર્જાયા કરતા હોય છે પરંતુ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી નજીક ઝાંખણ ગામના પાટીયા નજીક ખાનગી બસ પલટી ખાઈ ગઈ છે. ત્યારે મળતી વિગતે અનુસાર લગ્નગાળો હોવાના કારણે પોરબંદરથી મધ્યપ્રદેશ તરફ 60 લોકો ભરેલી ખાનગી લક્ઝરી બસ જઈ રહી હતી તે દરમિયાન ડ્રાઇવર દ્વારા સ્ટેરીંગ ઉપર કાબુ ગુમાવવામાં આવતા ઝાંખણ ગામના પાટીયા નજીક બસ પલટી મારી ગઈ હતી.

ત્યારે આ બસ પલટી મારી જતા 40 થી વધુ લોકોને ઇજાઓ પહોંચી છે. ત્યારે ઉલ્લેખનીય છે કે ઇજાગ્રસ્તોમાં મોટાભાગે નાના બાળકો તેમજ મહિલાઓ હોવાનું સામે આવ્યું છે. જે પૈકીના 25થી વધુ લોકોને લીંબડી સરકારી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી છે અને વધુ તબિયત લથડી હોય તેવા 15 થી વધુ લોકોને સુરેન્દ્રનગરની મેડિકલ કોલેજ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે અને ત્યાં તેમની સારવાર શરૂ કરવામાં આવી છે. ઘટનાને લઇ અને સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લાની 10થી વધુ 108 ઘટના સ્થળે દોડી જઈ અને તમામ લોકોના જીવ બચાવી લેવામાં આવ્યા છે.

ઘટના બાદ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે પરંતુ અન્ય જે લોકો બસમાં સવાર હતા તે હાઇવે ઉપર કલાકો સુધી બેસી રહ્યા હતા પરંતુ લીમડી પોલીસને પોતાની માનવતા દર્શાવી છે લીમડી પોલીસ મથકના પી.એસ.આઇ બી.કે.મારૂડા તેમજ તેમની ટીમ તાત્કાલિક પણે જ્યાં અકસ્માત સર્જાયો છે ત્યાં દોડી ગઈ હતી અને જે લોકોને ઇજાઓ નથી પહોંચી અને સમગ્રપણે સ્વસ્થ છે તેવા લોકોને રહેવા જમવા સહિતની વ્યવસ્થા તાત્કાલિક પણે લીમડી પોલીસ દ્વારા ઊભી કરાવવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે લીંબડી પોલીસ દ્વારા આ સમગ્ર ઘટનાને લઇ અને ઇજાગ્રસ્ત અને તો સારવાર માટે પહોંચાડી અને ત્યારબાદ યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પરંતુ ત્યારબાદ જે હાઇવે ઉપર ઇજાઓ નથી પહોંચી તેવા લોકોને ભોજન તેમ જ રહેવાની વ્યવસ્થા કરાવી અને ત્યારબાદ તેમના વતન તરફ ખાનગી વાહન મારફતે રવાના પણ કરવામાં આવ્યા છે એટલે લીમડી પોલીસે પોતાની માનવતા દર્શાવી છે અકસ્માતને લઈ અને હાઇવે ઉપર વાહનોની લાંબી લાઈનો લાગી હતી તે પણ ટ્રાફિક જામ હળવો લીમડી પોલીસે તાત્કાલિક ધોરણે કર્યો છે..

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.