સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં ફાર્મસી ભવન દ્વારા એન.એફ.ડી.ડી. હોલમાં ‘ડીઝાઈન ઓફ એક્સપેરિમેન્ટ’ વિષયક રાષ્ટ્રીય પરિસંવાદ યોજાયો
સેમિનારનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ અને સંશોધકોને આંકડાકીય રીતનું ડીઝાઈન એક્સપેરિમેન્ટનું નવા સંશોધનમાં ઉપયોગીતાનું જ્ઞાન કેળવવા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છેલ્લા ઘણા સમયથી મોટાભાગનાં કાર્યોમાં પ્રકાશિત થતા રહેતા ફાર્મસી ભવન દ્વારા આજે એન.એફ.ડી.ડી. હોલનાં ઈન્ટરપ્રિટેશન એન્ડ એપ્લીકેશન ઓફ ડીઝાઈન ઓફ એક્ષ્પેરિમેન્ટ ઈન ફાર્માસ્યુટીકસ રીસર્ચ નામનો એક દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદ યોજાયો હતો. જેનું દિપ પ્રાગટય સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રો. પ્રતાપસિંહ ચૌહાણ અને ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના કુલપતિ ડો. નવીનભાઈ શેઠ દ્વારા કરવામાં આવ્યું હતુ આ સેમીનારમાં મુખ્ય વ્યાખ્યાતા તરીકે ફાર્મા સેકટરનાં નામાંકિત એવા ડો. મુકેશ ગોહેલે પણ ખાસ હાજરી આપી હતી વકતા તરીકે ડો. પ્રીતિ મહેતાએ હાજરી આપી વિદ્યાર્થીને માર્ગદર્શન પૂ‚ પાડયું હતુ. લગભગ ૧૫૦થી વધુ સંશોધકો અને વિદ્યાર્થીઓએ આ સેમીનારનો લાભ લીધો હતો.
આ સમગ્ર સેમીનારનાં કો.ઓડીનેટર ડો. મેઘના પટેલ, આસિસ્ટન્ટ પ્રોફેસર અને ફાર્મસી ભવનના હેડ ડો. મિહિર રાવલના માર્ગદર્શન હેઠળ ફાર્મસી ભવનના અધ્યપાકોએ સેમીનારને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.
ગુજરાત ટેકનોકોલોજીકલ યુનિવર્સિટીના કુલપતિ ડો. નવીનભાઈ શેઠએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં જુદા જુદા ૩૦ ડીપાર્ટમેન્ટ આવેલા છે. તેમાં ફાર્મસી ડીપાર્ટમેન્ટ એ સૌથી છેલ્લે એટલે ૧૦ વર્ષથી કાર્યરત છે. પરંતુ જુદા જુદા ફિલ્ડમાં તેણે ખૂબજ પ્રગતિ કરી છે. ફાર્મસી ડીપાર્ટમેન્ટ નવા આવેલા વિદ્યાર્થી તરફ ખાસ ધ્યાન આપે છે. રિસર્ચને સૌથી વધુ મહત્વ આપે છે. આજનો સેમીનાર વિદ્યાર્થીલક્ષી સેમીનાર છે. ખાસ તો આખા દેશમાં જે કંઈ દવાઓ બને છે. તેની સૌથી વધુ એટલે કે ૪૦ ટકા જેટલુ દવાનું ઉત્પાદન ગુજરાતમાં થાય છે. ગુજરાતની અંદર ફાર્મસી પ્રોડકટસ મહત્વ વધુ રહેલું છે. ભારતનાં જેડીપીનાં ફાર્મસી ઈન્ડસ્ટ્રીઝનો ખૂબજ મોટો ફાળો છે. અત્યારે માત્રજૈનરીકમાં ભારત દુનિયાભરમાં આગળ છે. પરંતુ નવા નવા ફોર્મ્યુઅલામાં ફાર્મસી ઈન્ડસ્ટ્રીઝ પ્રગતિ કરે તો સારી રીતે ફાર્મસી સંશોધન થાય અને જુદા જુદા ડોસીઝ ફોર્મ છે. ટેબ્લેટ છે. કેપ્સયુઅલ છે તો તેના ડેવલોપમેન્ટમાં એકસપીરમેન્ટ ઓફ ડીઝાઈન તેનો ખૂબ મોટો ફાળો છે તો આ એક અગત્યના ટોપીક પર જે સેમીનાર યોજાયો છે. તે અંતર્ગત ગુજરાત ફાર્મસીમાં મોટુ યોગદાન થશે તેમ હું માનું છું.
ફાર્મસી ભવનના હેડ ડો. મિહિર રાવલે ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે ડિઝાઈન ઓફ એકસપરેમેન્ટ એ એક ડીઝાઈનનો ભાગ છે જે ફાર્માસ્યુટીકલ રીસર્ચની અંદર ઉપયોગ થાય છે. જયારે કોઈ પ્રોડકટ બનાવાની થતી હોય ત્યારે ઘણી બધી ટ્રાયલ અને એરર કરવામાં આવતી હોય છે. અને આ ટ્રાયલ -એરરની મદદથી સારી એક પ્રોડકટ બનાવવામાં આવે છે. આ સેમીનારનો મુખ્ય હેતુ એ જ છે કે સ્ટેટસ થિંકલ ડિઝાઈનો એ ફાર્માસ્યુટીકલ રિસર્ચમં કઈ રીતે ઉપયોગમાં લઈ શકાય તેમજ પ્રોડકશન કઈ રીતે વધારી શકાય તેજ છે. સાથોસાથ સંશોધકો પોતાનું રિસર્ચ સારા પબ્લીકેશન એપ્લાય કરે છે ત્યારે આ રિસર્ચને કઈ રીતે પ્રકાશીત કરવું એ પણ આ સેમીનારનો એક હેતુ છે. તેમ અંતમાં જણાવ્યું હતુ.