ભગવાનની મૂર્તિ સહિત આભૂષણો, સોના-ચાંદીના થાળી વાટકા સહિતની ચીજ વસ્તુઓની ઉઠાંતરી કરનાર તસ્કરોને પકડવા ડોગ સ્કવોર્ડની મદદ લેવાઈ
લખતર ગામ મધ્યે આવેલ લખતર રાજમહેલમાં આવેલી રણછોડજીની હવેલીમાં રાતના સમયે તસ્કરો દ્વારા શયન કરી રહેલ ભગવાનની મૂર્તિ સહિત ભગવાનના આભૂસણો સોના, ચાંદીના થાળી વાટકા સહિતની ચીજ વસ્તુઓનો હાથ ફેરો કરી પલાયન થઈ ગયા હતા. લખતર પોલીસ સબ ઈન્સ્પેકટર એમ.કે.ઈસરાની સહિત પોલીસ સ્ટાફ ઘટના સ્થળે એફ.એસ.એલ. ડોગ સ્કવોડની મદદ લઈ ચોરીનો ભેદ ઉકેલવા ધમધમાટ ચાલુ કર્યો લખતર રાજમહેલની હવેલીમાં થયેલ ચોરી પ્રકરણમાં ડીવાયએસપી બી.એમ. વસાવા પણ લખતર રાજમહેલ પહોચ્યા જયારે ચોરીની અંદાજીત કિંમત આશરે ૪૦ લાખની હોવાનું લખતર ઠાકોર સાહેબ બલભદ્રસિંહજી દ્વારા જણાવતા સુરેન્દ્રનગર ડીએસપી મનીંદર પ્રતાપસિંહ પવાર દ્વારા લખતર રાજમહેલમાં આવેલી રણછોડજી મંદિરની મુલાકાત લીધી હતી સ્થળ પર હાજર સ્થાનિક અધિકારી સાથે મીટીંગ કરી ઝડપી પગલા લઈ ગુનેગારોને પકડી લઈ લોકઅપ હવાલે કરવા સૂચના આપી હતી.