“નજર હતી તો દુઘર્ટના ઘટી “

હળવદમાં વાંકાનેરની આંગડિયા પેઠીના બે કર્મચારી છેતરાયા : પોલીસે કરી નાકાબંધી

હળવદમાં આજે દિનદહાડે ચોરીનો બનાવ સામે આવ્યો છે જેમાં આંગડિયા પેઢીના બે કર્મચારીઓને  “તમારી ગાડીમાંથી ઓઇલ ઢોળાઈ છે” તેવું કહી બે ગઠિયા કળા કરી રૂપિયા 40 લાખની તફડંચી કરી નાસી છૂટતા સનસનાટી મચી જવા પામી છે. હાલ જિલ્લામાં નાકાબંધી કરી ગાંઠિયાઓની ઓળખ મેળવી ઝડપી લેવા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.

આ અંગે બનાવની મળતી વિગતો મુજબ આજે બપોરના સમયે હળવદમાં સ્ટેટ બેન્ક નજીક વાંકાનેરની આંગડિયા પેઢીના કર્મચારી પોતાની ગાડીમાં 40 લાખ જેવી રોકડ રકમ લઈને નીકળ્યા હતા ત્યારે બે ગાંઠિયાઓનો ભેટો થઈ જતા રૂપિયા 40 લાખની રકમની તફડંચી થઈ જવા પામી હતી.શિકારની શોધમાં નીકળેલા ગઠિયાઓએ આંગળીયા પેઢીના કર્મચારીને નિશાન બનાવયા હતા.

“તમારી ગાડીમાંથી ઓઇલ ઢોળાઈ છે”તેવું કહેતા આંગડિયા કર્મચારી નીચે ઉતરી ગાડી ચેક કરતા હતા ત્યારે ગઠિયાઓ થેલો લઈને રફુચક્કર થઈ ગયા હતા.બીજી તરફ ઘટનાની જાણ થતાં જ હળવદ પોલીસ કાફલો બનાવ સ્થળે દોડી આવ્યો હતો અને જિલ્લામાં નાકાબંધી કરાવી માતબર રકમ લઈ નાસી છૂટેલા બન્ને શખ્સોને ઝડપી લેવા કવાયત શરૂ કરી છે.ઉલ્લેખનીય છે કે,બે દિવસ પૂર્વે જ વાંકાનેરમાં દીનદહાડે લૂંટનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો.પોલીસે બંને ગાઠીયાઓને પકડવા માટે નાકાબંધી કરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.