ગ્રીન ફિલ્ડ એરપોર્ટની કામગીરી અંગેની બેઠક મળી: કામને વધુ વેગ આપવા સુચન
સરકાર અને એરપોર્ટ ઓથોરીટી ઓફ ઈન્ડી યાના સંયૂક્ત ઉપક્રમે રાજકોટ જિલ્લાના હિરાસર ખાતે વૈશ્વિક કક્ષાના ગ્રીન ફિલ્ડ એરપોર્ટના નિર્માણનું કાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે. જે અંગે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલના અધ્યક્ષસ્થાને એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત વિવિધ પ્રશ્નોનું સત્વરે નિરાકરણ સત્વરે કરવામાં આવ્યું હતું.
રાજકોટ જિલ્લાના હિરાસર ખાતે નિર્માણાધીન વૈશ્વિક કક્ષાના ગ્રીનફિલ્ડન એરપોર્ટનું 3-ડી મોડેલ કલેક્ટર કચેરી રાજકોટ ખાતે મુકવા આયોજન છે. તેમજ જાહેર જનતાની જાણ માટે હાઈવે પર સાઈટના ચાલી રહેલા બાંધકામ નજીક નિશાની દર્શાવતા બોર્ડ મુકવામાં આવશે. અત્યાર સુધીમાં એરસ્ટ્રીપના સરફેસનું 40% જેટલુ નિર્માણકાર્ય પુર્ણ થઈ ગયું છે. તેમ પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે જણાવ્યું હતું.
આ બેઠકમાં તાલુકા વિકાસ અધિકારી પી.સી.પરમાર, એરપોર્ટ ઓથોરીટી ઓફ ઈન્ડીયાના સિનિયર મેનેજર દિપક કુમાર, પી.જી.વી.સી.એલના જુનિ. એન્જીનિયર જે.એન.ઢોલરીયા, લેન્ડ રેકર્ડ ઓફિસના સિનિ. સુપરવાઈઝર ડી.એમ.રાવલીયા, માર્ગ અને મકાન વિભાગનાનાયબ કાર્યપાલક ઈજનેર વી.એસ.કાલરીયા, સિંચાઈ વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર પી.વી.પોપટ સહિત સંબંધિત વિભાગના અધિકારઓ હાજર રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે રાજકોટની ભગોળે નિર્માણ પામનારા ગ્રીનફિલ્ડ હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ માટે છેલ્લા ઘણા સમયથી અધિકારીઓ કામે લગ્યા છે. આ એરપોર્ટનું નિર્માણ કાર્ય પૂર્ણ થયા બાદ સૌરાષ્ટ્રમાં મુસાફરીનો નવો અધ્યાય શરૂ થશે. હાલ તો સૌરાષ્ટ્ર વાસીઓને સંપૂર્ણ રીતે અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર આધાર મુકવો પડી રહ્યો છે. આ એરપોર્ટ ખુલ્લુ મુકાયા બાદ હવે રાજકોટથી પણ સીધી વિદેશી ફલાઇટો શરૂ થશે.