સાયકલ કલબના સભ્યોનું સામાજીક સેવા કાર્ય

જસદણમાં સાયકલ અંગે જાગૃતિ લાવનાર સાયકલ કલબના ઉત્સાહી સભ્યો દ્વારા રવિવારે વહેલી સવારે બાળકો માટે એક સાયકલ યાત્રાનું આયોજન કરી પ્રકૃતિના દર્શન કરાવતા બાળકોને મોજ પડી જતા એમનો રવિવાર સુધરી ગયો હતો. પર્યાવરણમાં મહત્વનો ફાળો આપનાર જસદણ સાયકલ કલબના ઉત્સાહી સભ્યોએ રવિવારે શહેરનાં તરૂણો માટે એક સાયકલ યાત્રાનું જાહેર આયોજન કર્યું હતું. ૬ કિલોમીટરની સાયકલ યાત્રામાં શહેરના અંદાજે ૫૦ જેટલા બાળકો હોંશભેર જોડાયા હતા અને આ યાત્રા જાણીતી વૃંદાવન ગૌશાળા પહોંચી બાળકોને વહેલી સવારે પ્રકૃતિના દર્શન કરાવી નાસ્તો પણ ગૌશાળાના ટ્રસ્ટીઓએ કરાવ્યો હતો. આ સાયકલ યાત્રામાં યોગેશભાઈ સખીયા, મનિષભાઈ વાઘેલા, ડો.મયુરભાઈ ભુવા, મેહુલભાઈ વેકરીયા, રોહિતભાઈ હિરપરા, અભિષેકભાઈ પટેલ, હિતેશભાઈ ઠોળિયા, હિરેનભાઈ હિરપરા, અલ્૫ેશભાઈ માલસણા, અજયભાઈ માલવીયા, કિશોરભાઈ ડામસીયા, પ્રણવભાઈ મહેતા, મિતભાઈ ભુવા વગેરેએ જહેમત ઉઠાવી હતી. આ અવસરે શહેરના આગેવાનો સોનલબેન વસાણી, પ્રકાશભાઈ પ્રજાપતિ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અત્રે નોંધનીય છે કે જસદણ સાયકલ કલબના સભ્યોએ પર્યાવરણની જાગૃતિ અંગે વારંવાર પ્રયાસ કર્યો છે તેમનું યોગદાન નોંધપાત્ર રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, રવિવારની બાળકોની સાયકલ યાત્રામાં માસ્ક સહિત સોશિયલ ડિસ્ટન્સનો ચુસ્તપણે અમલ કરવામાં આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.