દલીત અધિકાર સત્યાગ્રહનો આજથી શુભારંભ
ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી માત્ર 13 બેઠકો એસ.સી. કેટેગરી માટે અનામત છે. રાજયની 40 બેઠકો પર દલીત સમાજના મતદારો નિર્ણાયક ભૂમીકા ભજવી રહ્યા છે. આવામાં એસ.ટી. કેટેગરી માટે 40 બેઠકો અનામત જાહેર કરવાની માંગ ઉઠી રહી છે. આજની દલીત અધિકાર સત્યાગ્રહ કાર્યક્રમ શરુ કરવામાં આવ્યા છે.
છેલ્લા ર7 વર્ષોથી ગુજરાતમાં સતામાં રહેલી ભારતીય જનતા પાર્ટી દ્વારા વારંવાર દલીત સમાજનું અપમાન કરવામાં આવી રહ્યું છે. બાબાસાહેબ આંબેડકરની વિચારાધારાને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે તોડવામાં આવી રહી છે. આપણા બંધારણીય હક અને અધિકારોનું છડેચોક હનન થઇ રહ્યું છે.
ગુજરાત વિધાનસભાની 18ર પૈકી માત્ર 13 અનામત (એસ.સી.) ની બેઠકો છે. પરંતુ 27 જેટલી વિધાનસભા મત વિસ્તારમાં અનુસુચિત જાતિની જનસંખ્યા 10 ટકા કરતા વધારે છે.કોંગ્રેસ પક્ષ દ્વારા 13 અનામત બેઠકો ઉપરાંત આ ર7 વિધાનસભા બેઠકો ઉપર પણ ઘ્યાન આપવામાં આવી રહ્યું છે અને આવનાર ચુંટણીમાં આ 40 વિધાનસભા બેઠકો પર દલીત સમાજ મહત્વપૂર્ણ નિર્ણાયક ભૂમિકા નિભાવશે.
આજે સવારે રાજી ગાંધી ભવન, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમીતી અમદાવાદ ખાતે ગુજરાત કોંગ્રેસના પ્રભારી ડો. રઘુ શર્મા, જી. અનુસુચિત જાતી વિભાગના રાષ્ટ્રીય અઘ્યક્ષ રાજેશ લિલૌઠીયા જી. પ્રદેશ પ્રમુખ જગદીશભાઇ ઠાકરો તથા પ્રદેશના વરિષ્ઠ આગેવાનો અને કાર્યકર્તાઓની ઉ5સ્થિતીમાં દલીત અધિકાર સત્યાગ્રહ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો.