નાના દહીંસરા ગામના તુલસી મકવાણા ગુજરાત ઓરિન્સ ટીમના વાઈસ કેપ્ટનની ભૂમિકામાં
તાજેતરમાં રાજસ્થાનના જયપુર ખાતે ઇન્ડિયન ક્રિકેટ એકેડમી દ્વારા રાષ્ટ્રીય કક્ષાની ક્રિકેટ ટુર્નામેન્ટ ચાલી રહી છે. જેમાં ગુજરાતની ટીમે પણ ભાગ લીધો છે. આ ટીમમાં મોરબીના ચાર ક્રિકેટરોએ સ્થાન મેળવીને શહેરનું ગૌરવ વધાર્યું છે. હાલ મોરબીના ચારેય યુવા ક્રિકેટરો આ ટુર્નામેન્ટમાં પોતાનું કૌશલ્ય દાખવી રહ્યા છે.
૧૯મી ઓલ ઈન્ડિયા આઈસીએ ટ્વેન્ટી -૨૦કપ ૨૦૧૮ માટે એનવાયકે મિનિસ્ટ્રી ઓફ યુથ અફેર્સ અને સ્પોર્ટ્સ સરકાર તરફથી ૧૦ જુલાઇ થી ૨૬મી જુલાઇ સુધી જયપુરમાં રાજસ્થાન સ્ટેટ ઈન્ડિયા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ભારતીય ક્રિકેટ એકેડેમી આઈસીએ દ્વારા કરવામાં આવ્યું છે.
આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં દેશભરની કુલ ૧૬ ટીમોએ ભાગ લીધો છે. જેમાં ગુજરાત તરફથી ગુજરાત ઓરિન્સ ટીમ રમી રહી છે. આ ટીમના વાઇસ કપ્તાન તરીકે મોરબીના નાના દહીંસરા ગામનો તુલસી મકવાણા છે. ઉપરાંત ટીમમાં મોરબીના કુલ ચાર ઉભરતા ક્રિકેટરો તુલસી મક્વાણા, અમિત મુછ્ડિયા, રાજેશ ચૌહાણ, જયેશ સોલંકી અને આકાશ નાયકને સ્થાન મળ્યું છે.
ગુજરાત ઓરીન્સ ટીમ
મકનસિંહ વાઘેલા-કેપ્ટન (બનાસકાંઠા ) | અર્પિત બારોટ-(અમદાવાદ) |
તુલસી મક્વાણા-વાઈસ કેપ્ટન (મોરબી ) | મિલન પટેલ (અમદાવાદ ) |
અમિત મુછ્ડિયા-(મોરબી) | જાવેદ ખાન (અમદાવાદ ) |
રાજેશ ચૌહાણ-(મોરબી) | મુકુંદ ખાન (અમદાવાદ ) |
જયેશ સોલંકી-(મોરબી) | ચિરાગ સરદાર(અમદાવાદ) |
આકાશ નાયક-(અમદાવાદ) | સાજીદ સૂમેરા(અમદાવાદ ) |