ધો.૧રમાં ૯૧ ટકા મેળવનાર યુવાને ડોકટર-એન્જિનીયર જેવી વિવિધ કારકિર્દી પસંદ ન કરીને સંઘર્ષવાળી ફિલ્મ નિર્માણની લાઇન પસંદ કરી: તેમની ‘આર્મી’ નામની શોર્ટ ફિલ્મને સંરક્ષણ મંત્રાલયે પણ વખાણી
રાજકોટ શહેરમાં પડધરી તાલુકાના રાદડ પ્રાથમીક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા જયશ્રીબેન પંડયાના પુત્ર ૧૯ વર્ષિય પુત્ર ભણવામાં બહુ જ તેજસ્વી હતો. ધો.૧ર ની બોર્ડની પરીક્ષામાં ૯૯.૮૪ પી.આર. સાથે ૯૧ ટકા જેવા માર્ક મેળવીને તેજસ્વી તારલો બન્યો હતો.
નાનપણથી જ ફિલ્મ નિર્માણનો શોખને કારણે ડોકટર કે એન્જીનીયર જેવી વિવિધ લાઇન લઇને પોતાની ઉજજવળ કારકીર્દી ‘મિહીર’ બનાવી શકયો હોત, પણ તેને તો નાની ઉમરના પ્રથમ ગુજરાતી પ્રોડયુસર નો રેકોર્ડ કરવો હતો તેથી તેને શોર્ટ ફિલ્મ બનાવવાનું શરૂ કર્યુ.
મિહિરે છેલ્લા એક વર્ષમાં જ ૧૦ શોર્ટ ફિલ્મ બનાવી જેમાં દાદા સાહેબ ફાળકે, અલીડોસા, આર્મી વિગેરે સામેલ છે.
તેમની આર્મી નામની શોર્ટ ફિલ્મે ડિફેન્સ મીનીસ્ટ્રીની સરાહના મેળવી હતી. મિહિર પંડયા એ થ્રીલર શોર્ટ ફિલ્મમાં ભારત- પાકનાં ભાગલા જેવા વિષયોને આવરી લીધા હતા.
૧૪૪ ફિકવન્સીના નેજા તળે પોતે જ સ્વખર્ચે પ્રોડકશન, એડીટર, ડાયરેકટર જેવા તમામ કામો જાતે જ કરીને આવા જ શોખ ધરાવતા મિત્ર વર્તુળની મદદથી લગભગ દર બે ત્રણ માસે એક શોર્ટ ફિલ્મ બનાવે છે.
મિહિર પંડયાનું સ્વપ્ન છે કે તેને ગુજરાતનાં સૌથી નાની વયે ફિલ્મ પ્રોડયુલરનો રેકોર્ડ કરવો છે. તેમની લેખક ધુમકેતુની વાર્તા ઉપરથી બનેલ ‘બલીડોસા’ ફિલ્મની ખુબ જ સરાહના થઇ હતી.
મમ્મી સાથે બિઝમેન પપ્પા કમલેશભાઇ પંડયા પણ પોતાના સંતાનને ખુબ જ પ્રોત્સાહન આપે છે. અમદાવાદ ખાતે લાઇવ વાયર સંસ્થામાં સિનેમેટોગ્રાફી ફિલ્મ નિર્માણને શુટીંગ ડાયરેકશન જેવી બાબતોની તાલીકા લીધી છે.
૧૯ વર્ષના મિહિર પંડયાએ તેમના જેવડા જ યુવાનોને સંદેશ આપતાં જણાવે છે કે સારામાં સારી વસ્તુ નિર્માણ કરીને સમાજને આપો. જે વસ્તુ મનથી નકકી કરેલ હોય તેને કોઇપણ સંજોગોમાં, તનતોડ પુરૂષાર્થ કરીને પૂર્ણ કરો.
આજના યુવા ધન વ્યસનો રખળપાટમાં પોતાનું જીવન કે લાઇફ સ્ટાઇલ જીવે છે. ત્યારે મિહિર પંડયા જેવા યુવાન બીજા યુવાનોને રાહબર બનીને પરિવાર સાથે મોદી સ્કુલને રંગીલા રાજકોટનું નામ રોશન કરેલ છે તેમનો મો. નં. ૮૨૦૦૭ ૪૮૬૦૩ છે.
મિહિરે બનાવી આ ૧૦ શોર્ટ ફિલ્મ
- ચલચિત્ર પ્રા. લીમીટેડ
- પાથ ઓફ ગોડ
- વતન પે કુરબાન
- વન સીગ્નેચર
- મેરે પ્યારે અબુ
- ગુજરા એક ક્રાઇમ
- એ સ્ટેપ
- ચાદર
- એક સ્મરણ
- તારૂ તુજને અર્પણ