લીંમડાને કપાતો બચાવવા ગયેલા સ્થાનિકોને બિલ્ડરે આપી જાનથી મારવાની ધમકી: પોલીસ ફરિયાદ
શહેરનાં લિંબુડી વાડી વિસ્તારમાં ગોલ્ડન ૨ એપાર્ટમેન્ટ પાસે આવેલા ૫૦ વર્ષ જૂના લીંમડાના વૃક્ષને ફકત વ્યકિતગત હિતને ધ્યાને રાખે કોર્પોરેશન દ્વારા પતન કરવામાં આવ્યું હતુ આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ નવીનભાઈ રાઠોડ નામનો બિલ્ડરે સ્વામીનારાયણ મંદિર પાછળ આવલે મિલન સોસાયટીમાં બે બંગલો તૈયાર કર્યા છે. જેમાં પાર્કિંગમાં નડતર રૂપ લીંમડાનું નિકનંદન કાઢી નાખવામાં આવ્યું હતુ. આ મામલે ૨ વર્ષથી બિલ્ડર નવીનભા, રાઠોડને બંગલાનો પ્લાન બદલવા અવાર નવાર રજૂઆત કરવામાં આવી હતી છતા બિલ્ડરે કોઈ જાતની તસ્દી નહી લઈ રાજકોટ મનપા પાસેથી યેનકેન પ્રકારે મંજૂરી લઈ વૃક્ષનું નિકંનદન કાઢવા રવિવારે મનપાની ટીમનો સાથે શરૂઆત કરી હતી જેનો સ્થાનિકો દ્વારા વિરોધ કરાતા નવીન રાઠોડે સ્થાનિકોને મારી નાખવાની ધમકી આપતા લોખંડનો સળીયો લઈ ઘસી આવ્યા હતા.
હાલ આ મામલે સ્થાનિકોએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે. જેની સામે નવીન રાઠોડે સ્વબચાવમાં ધમકી તેમજ અન્ય કૃત્યો કરવાનું રટણ શરૂ કર્યું છે.
અબતક સાથેની વાતચીત દરમિયાન લીંબુડીવાડીના સ્થાનિક જયદીપભાઈએ જણાવ્યું હતુ કે અમે તેમની સાથે વાત કરતા ગયા ત્યારે અમો શાંતિથી વાતચીત કરતા હતા તેમણે કુહાડી લઈ અમને મારી નાખવાની ગળુ કાપી નાખવાની ધમકી આપી હતી. લોખંડનો સળીયો લઈ મારવા દોડી આવ્યા હતા લેડીસોને અપશબ્દો કહ્યા હતા.
અમે કોમ્પ્લેક્ષમાં ૧૨ વર્ષથી રહીએ છીએ ત્યારથી આ વૃક્ષ હતુ ત્યારે જૂના મકાન પાડી અને તેનું બાંધકામ કરવામાં આવેલું છે ત્યારે રાજકોટ મનપાના જે ટાઉન પ્લાનર કે કોઈ પરમીશન આપી હોય ને આવ્યા હોય તો તેમને વૃક્ષ જોયું હશે. તો સૌથી પ્રથમ તેમને આ ગેઈટ બનાવ્યો તો મનપાએ તેને કહેવું પડે કે આ વૃક્ષ કપાશે નહી તમારા પ્લાનીંગમાં ફેરફાર કરવો હોય તો કરી શકો.
પરંતુ આ વૃક્ષ કપાશે નહી સૌથી પહેલીવાત એ કે આમાં કોર્પોરેશન સપોર્ટ છે. વર્ષોથી આ લતાવાસીઓએ વૃક્ષનો ઉછેર કર્યો છે. સરકાર અમે કહે છે કે વૃક્ષો વાવવો અમે છેલ્લા ત્રણ દિવસથી કહીએ છીએ પરંતુ કોઈપણ ઓફીસર ટીમ નથી આવી તેના સ્ટાફને મોકલી આપી. પરમીશન મોકલી દીધી અમે કાપીશું અમે પોલીસ ફરિયાદ કરેલી છે. અમે સપોર્ટ માગીએ છીએ કે આ બાબતે કડક કાર્યવાહી થવી જોઈએ. પર્યાવરણ ફોરેસ્ટ ખાતાને અરજી કરી છે.