ચોમાસામાં વરસાદના વહિ જતાં પાણીનો વધુમાં વધુ સંગ્રહ થાય તે હેતુથી પાણીના સ્ત્રોત એવા ચેકડેમ, તળાવને ઉંડા કરવા સાથે તેના ખોદકામ દ્વારા નીકળતી કાંપયુકત માટી ખેડુતોને ખેતરમાં પુરવા નિઃશૂલ્ક ફાળવી જમીન નવસાધ્ય કરાય તેવા બેવડા હેતુસર મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા શરૂ કરાયેલ સુજલામ સુફલામ જળસંચય અભિયાનના ત્રીજા ચરણ અન્વયે આ વર્ષે ૧૦મી જુન સુધી યોજાયેલા અભિયાન અંતર્ગત રાજ્યના ગ્રામીણ ક્ષેત્રોમાં ૩૪૬૩ ગ્રામ પંચાયતોએ ૧૮,૮ર૪ કામો મનરેગા અંતર્ગત હાથ ધર્યા છે
અન્વયે ૩ લાખ ૪ હજાર ૭પ૬ ગ્રામીણ શ્રમિકો રોજગારી દ્વારા આર્થિક આધાર મેળવતા થયા છે.સૌરાષ્ટ્રના રાજકોટ સહિત દસ જિલ્લાઓમાં માસ્ટર પ્લાનમાં કુલ ૩૧૫૭ જેટલા કામો નિશ્ચિત કરાયા હતા તથા ૫૪૦થી વધુ નવા કામોનો ઉમેરો કરાયો હતો. જે પૈકી ૭૨૫ જેટલા કામો પૂર્ણ કરાયા છે. જયારે ૧૧૯૬ જેટલા કામો પ્રગતિમાં છે. આ કામો દ્વારા ૭ લાખ ૮૬ હજારથી વધુ માનવદિન રોજગારી ઉત્પન્ન કરાઇ છે. આ સુજલામ સુફલામ અભિયાન અંતર્ગત તળાવ અને ચેકડેમ ઉંડા કરવાના કામો અન્વયે કુલ ૪૪ લાખ ઘનમીટર માટીનું ખોદકામ કરાયું છે. જેથી પાણીની સંગ્રહશક્તિમાં વધારો થશે.