ભારતમાં કોરોના ઝડપથી વિસ્તરી રહ્યો છે. આવી પરિસ્થિતિમાં લોકો ડરી ગયા છે. સરકાર અને ડોક્ટરો દ્વારા આપવામાં આવેલા સૂચનો દ્વારા તેઓ પોતાને સ્વસ્થ રાખવા પ્રયાસ કરી રહ્યા છે. દેશના ચાર અગ્રણી ડોક્ટરોએ લોકોને કોરોના વિશે શાંત રહેવાની અપીલ કરી. આ ડોકટરોમાં AIIMS(નવી દિલ્હી)ના ડાયરેક્ટર ડો.રણદીપ ગુલેરિયા અને મેદાંતા ગ્રુપના પ્રમુખ ડો.નરેશ ત્રેહન આ ઉપરાંત, આરોગ્ય સેવાના ડીજી ડો.સુનિલ કુમાર અને AIIMSમાં મેડિસિન વિભાગના HOD ડોક્ટર નવીન વિગ પણ શામેલ હતા.
AIIMSના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ લોકોને અપીલ કરી હતી કે, ‘તેઓ ઓક્સિજન સિલિન્ડર અથવા રેમેડિસિવિરના ઇન્જેક્શન ન લગાવે. 85-90% લોકોને હળવો તાવ છે તે લોકો ઘરે જ ઠીક થઈ રહ્યા છે. માત્ર 10-15% લોકો ગંભીર રીતે બીમાર છે, અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલમાં દાખલ થયા વિના અને સ્ટીરોઇડ્સ, રેમેડિસિવિર અથવા ઓક્સિજન સિલિન્ડર વિના ઉપચાર કરી શકાય છે.’
ડોક્ટર ગુલેરિયાએ કહ્યું કે, ‘જો કોરોના ચેપગ્રસ્ત દર્દીનું ઓક્સિજનનું સ્તર ઘટીને 94 થઈ જાય, તો તેને રેમેડિસિવર ઇન્જેક્શન આપવાની જરૂર છે. તમારો રિપોર્ટ Covid-19 પોઝિટિવ આવે તો તમને ઓક્સિજન સિલિન્ડરની જરૂર પડશે તેવા ખોટા વિચારોમાં ના રેહવું. જો શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ 94 અથવા 95 છે, તો ઓક્સિજનની જરૂર પડતી નથી.’
ડોક્ટર નરેશ ત્રેહને કહ્યું કે, ‘દરેકને ડબલ-માસ્કિંગ, સામાજિક અંતર અને સતત હાથ ધોવા અને સાફ-સફાઇની સંભાળ રાખીને પોતાનું રક્ષણ કરવું પડશે. તેમણે લોકોને યોગ કરવાની સલાહ આપી. એવું કહેવાય છે કે ફેફસાંને અનુલોમ-વિલોમ પ્રાણાયામથી સ્વસ્થ રાખી શકાય છે.’
ઓક્સિજનના અભાવ પર મેદાંતા ગ્રુપ ઓફ હોસ્પિટલ્સના એમડીએ જણાવ્યું હતું કે, ‘ભારતની હોસ્પિટલોમાં ઓક્સિજનનો વપરાશ દરરોજ 1500-2000 મેટ્રિક ટન હતો. હવે તે દિવસ દીઠ 7000-8000 મેટ્રિક ટન થયો છે.’
ડો.સુનિલ કુમારે કહ્યું કે, ‘લોકોએ સચ્ચાઈમાં વિશ્વાસ કરી ગભરાવું જોઈએ નહીં. તમારે વોટ્સએપ યુનિવર્સિટી તરફ ધ્યાન આપવું ના જોઈએ. રસીકરણ અને કોવિડ માર્ગદર્શિકાનું પાલન ફક્ત આ બે જ રસ્તા છે ચેપને અટકાવવાના.’