ભચાઉમાં ૨, દૂધઇ અને રાપરમાં એક-એક આંચકો નોંધાયો
સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યભરમાં ભૂકંપના આંચકા યથાવત છે ત્યારે છેલ્લા ૨૪ કલાકમાં કચ્છ જિલ્લામાં વિવિધ જગ્યાએ આંચકાઓ અનુભવાયા હતા. ભચાઉમાં ૨, દુધઈ અને રાપરમાં એક-એક આંચકો અનુભવાયો હતો.
સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર ગઈકાલે બપોરે ૧૨:૨૯ કલાકે કચ્છના દુધઈથી ૨૨ કિમી દૂર ૧.૫ની તીવ્રતાનો આંચકો નોર્થ નોર્થ ઇસ્ટ ખાતે નોંધાયો હતો ત્યારબાદ સાંજે ૬:૦૪ વાગ્યે કચ્છના દુધઈથી ૨૭ કિમી દૂર ૨.૧ની તીવ્રતાનો ભૂકંપ નોર્થ નોર્થ ઇસ્ટ ખાતે નોંધાયો હતો ત્યારબાદ આજે વહેલી સવારે એટલે કે ૩:૦૫ વાગ્યે કચ્છના ભચાઉથી ૧૮ કિમી દૂર ૨.૨ની તીવ્રતાનો આંચકો નોર્થ નોર્થ ઇસ્ટ ખાતે અને વહેલી સવારે ૪:૨૦ કલાકે કચ્છના રાપરથી ૧૯ કિમી દૂર ૨ની તીવ્રતાનો આંચકો સાઉથ સાઉથ વેસ્ટ ખાતે નોંધાયો હતો. વારંવાર આવતા આંચકાથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે જો કે આ આંચકા સામાન્ય હોય લોકોએ ગભરાવાની જરૂર નથી તેવું વિજ્ઞાનિકોનું માનવું છે. આ આંચકાથી કોઈ જાનહાનીના સમાચાર પ્રાપ્ત થયા નથી.