ફૂલવાના હન્જન વિસ્તારમાં આતંકીઓ ઘુસ્યાની જાણ થતા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું
દક્ષિણ કાશ્મીરના ફૂલવા જિલ્લામાં સુરક્ષા સેનાનીઓ અને આતંકવાદીઓ વચ્ચેની મૂઠભેડમાં આજરોજ ૪ આતંકી ઠાર મરાયા છે. વહેલી સવારે મળેલી માહિતી મુજબ ફૂલવાના હન્જન વિસ્તારમાં આતંકીઓ ઘૂસ્યા હોવાની જાણ થતા જ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતુ. એન્કાઉન્ટર સ્થળે ગોળીબારમાં ૪ આતંકીઓને મોતને ઘાટ ઉતારવામાં ભારતીય સેનાને જીત મળી હતી જો કે આતંકીઓ અંગે હજુ પણ સર્ચ ઓપરેશન ચાલુ રાખવામાં આવ્યું છે.
પણ એન્ડીંગ સમયે આતંકવાદીઓની ઘટનાઓનો એક પછી એક ખુલાસો થઈ રહ્યો છે. સર્જીકલ સ્ટ્રાઈક છતા સરહદે તંગદીલીના દ્રશ્યો સર્જાતા હોય છે. તાજેતરમાં જ બારૂદ, લોન્ચર અને હિંસક હથીયારો સાથે આઈએસઆઈના આતંકીઓને ઝડપી લેવામાં આવ્યા હતા.
તો હૈદ્રાબાદ ખાતે પાકિસ્તાનથી ચાલતા ટેલીફોન એકસચેંજનો પણ પર્દાફાશ થયો છે. દેશના આતંકીઓની ઘૂસણખોરીને અટકાવવા સૈનાના જવાનો સતત ખડેપગે તૈનાત છે.