બોર્ડ ટોપટેનમાં ૩૦ વિદ્યાર્થીઓએ સ્થાન પ્રાપ્ત કર્યુ: એ વન ગ્રેડ મેળવતા ૫૬ વિદ્યાર્થીઓ
વર્ષ ૧૭૭૭થી રાજકોટ શહેરમાં શ થયેલ મોદી સ્કૂલ તેના બોર્ડના પ્રથમ પરિણામથી જ રાજકોટમાં જ નહી પરંતુ સમગ્ર ગુજરાતનાં શિક્ષણ જગતમાં છવાઇ ગઇ છે. જો શિક્ષણમાં સારી ઘડવી હોય, ભવિષ્યમાં મેડીકલ-એન્જિનિયરીંગમાં જવું હોય કે એમા પણ જો નીટ આઇઆઇટીમાં કે ધીરૂભાઇ અંબાણી કે પેટ્રોલિયમ યુનિ. વગેરે જેવી આંતરરાષ્ટ્રીય ખ્યાતનામ સંસ્થામાં પ્રવેશ મેળવવો હોય અથવા મેડીકલ, ડેન્ટલમાં ડોનેશન વગર પ્રવેશ મેળવવો હોય તો મા-બાપની પ્રથમ પસંદગી મોદી સ્કૂલ હોય. કારણ કે મોદી સ્કૂલમાં માત્ર બોર્ડની જ નહીં પરંતુ સાથો-સાથ ગુજકેટ,નીટ અને જેઇઇ મેઇન્સ જેઇઇ એડવાન્સની તૈયારી કરાવવામાં આવે છે.
બોર્ડના પરિણામોમાં મુખ્ય ગણાતા પરિણામો એટલે ધો.૧૦ અને ધો.૧૨ સાયન્સના પરિણામોમાં સતત સર્વોચ્ચ સ્થાને રહેનાર મોદી સ્કૂલ્સે આ પરંપરા આ વર્ષે પણ જાળવી રાખી છે. બન્ને પરિણામોમાં બોર્ડ ટોપપેનમાં વિદ્યાર્થીઓએ આ શાળાના રહ્યા છે. બે એવરેસ્ટ સર થયા. આ સાથે ઊંચાઇની તમામ બીજી ગિરિમાળાઓ પણ આ શાળાના વિદ્યાર્થીઓએ સર કરી. માર્ચ ૨૦૨૦ની ધો.૧૨ સાયન્સના પરિણામોમાં ૯૯.૯૯ પીઆર સાથે બોર્ડ પ્રથમ ૨ વિદ્યાર્થીઓ મોદી સ્કૂલના, બોર્ડ ટોપટેનમાં ૪ વિદ્યાર્થીઓ ૯૯ પીઆર કે તેથી વધુ ૩૩ વિદ્યાર્થીઓએ સમગ્ર ગુજરાતમાં મોદી સ્કૂલનું ગૌરવ વધારેલ છે.
સમગ્ર ગુજરાતમાં જે સ્કૂલમાંથી સૌથી વધુ સંખ્યામાં વિદ્યાર્થીઓ મેડીકલ-એન્જિનિયરીંગમાં જતા હોય તો તે મોદી સ્કૂલનાં છે. તેના હજારો વિદ્યાર્થીઓ સમગ્ર ભારતનમાં અને વિદેશમાં ખૂબ સારી કંપનીઓમાં ઊંચા પગાર મેળવી રહ્યા છે કે પોતાના સ્વતંત્ર વ્યવસાયમાં ખૂબ આગળ છે. અથવા પોતાની ધીકતી પ્રાઇવેટ પ્રેકટીસ કરી રહ્યા છે. સાથો સાથ સમાજની સેવા પણ કરી રહ્યા છે. મોદી સ્કૂલનાં સ્થાપક ડો.આર.પી.મોદી પોતે શિક્ષણની ગુણવતા સાથે બાંધછોડમાં માનતા નથી. તે શોર્ટકટમાં માનતા નથી. સખત પરિશ્રમમાં માને છે. જેના ફળ સ્વપે આ સ્કૂલનાં તમામ સ્ટાફ અને પ્રિન્સીપાલઓ પણ આ જ પથ પર ચાલે છે. ધો.૧૦ એસએસસીના પરિણામો સમાજને સૌથી વધુ આકર્ષિત કરનારા હોય તેમાં મોદી સ્કુલના ૯૯.૯૯ પીઆર મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા ૪ રહી છે. બોર્ડ ટોપ ટેનમાં ૩૦ વિદ્યાર્થીઓ સાથે એ૧ ગ્રેડ મેળવનાર ૫૬ વિદ્યાર્થીઓ છે.
આઠ પ્રિલીમ પરીક્ષાને લીધે બોર્ડનુ પેપર ખૂબ સરળ લાગ્યુ: કંજારીયા હર્ષાંગી
૯૯.૯૯ પીઆર મેળવનાર કજારીયા હર્ષાગી જણાવે છે કે ધો.૧૦માં મને બધા શિક્ષકોએ ખૂબ દિલથી ભણાવ્યું. સ્કૂલની ડે ટુ ડે સિસ્ટમથી રોજ મોઢે થઇ જતું. તેથી પરીક્ષા સમયે બધુ ભેગું ન થઇ જાય અને પરીક્ષા આપવામાં સરળતા રહે, ઉપરાંત સ્કૂલ દ્વારા જે લીથા અને બીજું વાંચન સાહિત્ય આપવામાં આવ્યુ તેનાથી મને ખૂબ લાભ થયો. આ ઉપરાંત સ્કૂલના શિક્ષકો દરેક વિષયનો ઉડાણપૂર્વક અભ્યાસ કરાવે છે. આ ઉપરાંત આઠ પ્રિલિમ પરીક્ષાને લીધે બોર્ડનું પેપર ખૂબ જ સરળ લાગતું હતું. આગળનો ધો.૧૧-૧૨ સાયન્સનો અભ્યાસ મોદી સ્કૂલમાં કરી મારી કારકિર્દી બનાવવા ઇચ્છું છું.
હું મોદી સ્કૂલમાં અભ્યાસ કરવાનો ગર્વ અનુભવુ છું: ઝાલા દર્શન
અંગ્રેજી માધ્યમમાં ૯૯.૯૯ પીઆર મેળવનાર ઝાલા દર્શન જણાવે છે કે મારા સફળતાના શિખરો સર કરવામાં મદદપ થવા બદલ મોદી સ્કૂલ તથા શિક્ષકોનો આભાર માનું છું. સ્કૂલ વિશે મારો અભિપ્રાય આપતા કહું તો, અહીં સંપૂર્ણ અભ્યાક્રમનું તલસ્પર્શી આયોજન અને અમલ કરાય છે. શિક્ષકો અભ્યાસલક્ષી માર્ગદર્શન ખૂબ સારી રીતે આપે છે. પ્રિલિમિનરી પરીક્ષાના ૯ રાઉન્ડ, વાર્ષિક (બોર્ડ) પરીક્ષા માટે તૈયારી સારું માધ્યમ પૂરું પાડે છે. બધી પરીક્ષાના પેપરોનું સઘન ચેકીંગ તથા નાની-નાની ભૂલો તરફ ધ્યાન દોરવું તે શિક્ષકોની વિશિષ્ટતા છે. વાલીને વખતો વખત સ્કૂલે બોલાવી બાળકના રીપોર્ટકાર્ડ તથા પ્રિલિમિનરી, વાર્ષિક પરીક્ષાના પેપર બાબત પેરેન્ટસ્ ટીચર મીટીંગ દ્વારા માહિતગાર કરાય છે. શિક્ષકો પેપર પ્રેઝન્ટેશન પર ખૂબ ભાર આપે છે. જે ખૂબ ઉપયોગી નીવડે છે. મારી ઝળહળતી સફળતા પાછળ મારા વ્યકિતગત પ્રયત્ન ઉપરાંત મારા માતા-પિતા, સ્કૂલના શિક્ષકો, મેનેજમેન્ટ, પ્રિન્સિપાલ વગેરેનો ખૂબ મોટો ફાળો છે. તેમનું યોગદાન અનુપમ છે. “હુ મોદી સ્કૂલમાં અભ્યાસ કરવાનો ગર્વ અનુભવું છું
સફળતાનો શ્રેય માતા-પિતા, શિક્ષકોને આપતા વસોયા ન્યાશા
૯૯.૯૯ પીઆર મેળવનાર વસોયા ન્યાશા જણાવે છે કે અમારી શાળાની ડે ટુ ડે સિસ્ટમની વિદ્યાર્થીઓને સૌથી વધુ ફાયદો થાય છે. તેના દ્વારા લખાણની પ્રેકિટસ થતી હોવાથી લાંબા સમય સુધી યાદ રહે છે. સ્કૂલની પ્રિલિમ્સ પરીક્ષાઓને લીધે બધા જ વિષયોની તૈયારી વ્યવસ્થિત અને બોડની પરીક્ષાના ઘણા દિવસો પહેલા જ થઇ જાય છે. તેના દ્વારા પુરેપુરો કોર્ષ ઘણીવાર વંચાઇ જાય છે. શાળાના બધા જ શિક્ષકો દ્વારા હંમેશા માર્ગદર્શન તેમજ મુંઝવણોના ઉકેલ મળી રહે છે. મારી સફળતાનો શ્રેય મારા માતા-પિતા, શિક્ષકોને આપું છું. હું એ ગ્રુપ રાખી મોદી સ્કૂલમાં સાયન્સનો અભ્યાસ કરવા ઇચ્છું છું. હું ડોકટર બની સમાજસેવા કરવા ઇચ્છું છું.
ડોકટર અથવા એન્જિનિયર બનવાની ઇચ્છા ધરાવતા વિષ્ણુ ઓમ
૯૯.૯૯ પીઆર મેળવનાર વિષ્ણુ ઓમ જણાવે છે કે ધો.૧૦ અને ધો.૧૧ અને ધો.૧૨માં પ્રવેશ મેળવવા માટે મહત્વનું હોય છે. એમ માનીને જ અમારા બધા વિષય શિક્ષકોએ અમને ખૂબ જ સારી તૈયારી કરાવી હતી. મોદી સ્કૂલના શિક્ષકોએ હંમેશા અમને મૂંઝવતા પ્રશ્ર્નોનું સરસ રીતે સમાધાન કર્યુ હતું અને તેઓ અચૂકપણે અમારા નાના-નાના પ્રશ્ર્નોને રસથી સોલ્વ કરાવતા. મોદી સ્કૂલની ‘ડે ટુ ડે’ સિસ્ટમથી પણ અમને ઘણો લાભ થયો છે. મોદી સ્કૂલમાં નવેમ્બર મહિનાથી જ યુનિટ ટેસ્ટ અને ત્યાર બાદ પ્રિલિમ્સ શ થઇ જાય છે. આ બધી પ્રિલિમ્સનાં પેપર એવા હોય છે કે જેથી બોર્ડની પરીક્ષાના પેપર અઘરા હોય તો પણ સહેલા લાગે છે. આ ઉપરાંત મારા માતા-પિતા, શિક્ષકોને પણ હું મારી સફળતાનો શ્રેય આપું છું. હું સાયન્સ રાખી મોદી સ્કૂલમાં અભ્યાસ કરી ડોકટર અથવા એન્જિનિયર બની સમાજ તેમજ દેશને ઉપયોગી બનવા માગું છું.