ભારતભરમાંથી ૩૫ હજાર પરીક્ષાર્થીઓમાંથી ફાર્મસી ભવનના દર્શન વાસાણી ર૧૧માં ક્રમે
સૌરાષ્ટ્ર યુનિવસીટીના ફાર્મસી ભવનમાં પીસીઆઇ ની માન્યતાથી ચાલતા માસ્ટર ઓફ ફાર્મસી મેનેજમેન્ટ (બી.ફાર્મ અને મેનેજમેન્ટ ઇન્ટીગ્રેટેડ) ના વિઘાર્થીઓ હમેશા સીધી અથવા આડકતરી રીતે પોતાના ભવનનું નામ ઝળહળતું રાખતા આવ્યા છે જેમાં વધારે ઉમેરો કરતા માસ્ટર ઓફ ફાર્મસી મેનેજમેન્ટની પ્રથમ બેચ સેમ-૮ ના વિઘાર્થીઓ ફરીથી પોતાના ભવનનું નામ પ્રકાશિત કર્યુ છે. મીનીસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સ ડેવલોપમેન્ટ ભારત સરકારના માર્ગદર્શન હેઠળ એઆઇસીટીઇ નામની બોડીદર વર્ષે ભારતભરમાં જીપીએટી (ગ્રેજયુએટ ફાર્મસી એપ્ટીટયુડ ટેસ્ટ) નામની પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે. આ પ્રવેશ ફાર્મસી ગ્રેજયુએશન કરતા વિઘાર્થીને પોસ્ટ ગ્રેજયુએકન કરવા માટે આપવી પડે છે. ગત ફેબ્રુઆરી ૨૦૧૮માં લેવાયેલી જીપીએટી માં ભારતભરમાંથી અંદાજીત ૩૫ હજાર વિઘાર્થીઓએ ભાગ લીધો હતો. સૌરાષ્ટ્ર યુનિવસીટીના ફાર્મસી ભવનના માસ્ટર ઓફ ફાર્મસી મેનેજમેન્ટ ના વિઘાર્થીઓએ પણ આ પરીક્ષામાં ભાગ લીધો હતો જેમાંથી દર્શન વસાણી નામનો વિઘાર્થી ભારતભરમાં ર૧૧ માં રેન્ક સાથે ઉતીર્ણ થયો છે. આ સાથે કુમારી હારદી પટેલ (૪૪૮ મો રેન્ક) હેમાંગ મેહતા (૫૩૨ મો રેન્ક) તથા હર્ષ ગજેરા (રર૧૧ મો રેન્ક) નામના વિઘાર્થીઓએ પણ આ પરીક્ષા માં ઉતીર્ણ થઇ ને ભારતભરમાં સૌરાષ્ટ્ર યુનિ. ના ફાર્મસી ભવનનું નામ ઝળકાવ્યું છે.
આ ઉપરાંત ગત તા.૧૧ ફેબ્રુઆરી ૨૦૧૮ ના રોજ સૌરાષ્ટ્ર યુનિવસીટી સાથે સંલગ્ન ક્રાઇસ્ટ કોલેજ, રાજકોટ ખાતે રાષ્ટ્રીય કક્ષાનો ૧૦મો સાયન્સ સીમ્પોઝીયમ-૨૦૧૮ રીસેન્ટ ટ્રેન્ડસ ઇન સાયન્સ એન્ડ ટેકનોલોજીનું આયોજન કરવા આવ્યું હતું. આ સીમ્પોઝીટમાં ભારતભરની જુદી જુદી કોલેજોમાંથી અંદાજીતી ૩૦૦ જેટલી વિઘાર્થીઓ એ ભાગ લીધો હતો.દર્શન વસાણીને માઇક્રોબાયોલોજી વિભાગના સંશોધન પત્રોમાં ગ્રેજયુએશન કક્ષામાં પ્રથમ ક્રમાંક મેળવીને ફાર્મસી ભવનનું નામ પ્રકાશિત કર્યુ હતું.
આ વિઘાર્થીઓની વિશિષ્ટ સિઘ્ધીને બિરદાવતા ફાર્મસી ભવનના અઘ્યક્ષ ડો. મિહિર રાવલ, યુનિવસીટીના કાર્યકારી કુલપતિ ડો. કમલભાઇ ડોડીયા, રજીસ્ટ્રાર, ડો.ધીરેનભાઇ પંડયા તથા ગુજરાત ટેકનોલોજીકલ યુનિવસીટી (જીટીયુ) ના કુલપતિ પ્રો. નવીનભાઇ શેઠે અભિનંદન પાઠવ્યા છે અને વિઘાર્થીઓની આ સિઘ્ધી સૌરાષ્ટ્ર યુનિ. તથા ફાર્મસી ભવન માટે ગૌરવની વાત હોવાનું જણાવ્યું છે.