અબતક મીડિયા હાઉસનાં મેનેજીંગ તંત્રી સતીષકુમાર મહેતા, બાલાજી વેફર્સનાં ઓનર ચંદુભાઈ અને એડીશ્નલ કલેકટર હર્ષદ વોરાએ હેમુગઢવી હોલ ખાતે ચાલી રહેલા મેજીક શોને નિહાળી જાદુગરોને બિરદાવ્યા
હેમુગઢવી હોલ ખાતે ઈતિહાસનો પ્રથમ એવો ૪ દિગ્ગજ જાદુગરોનો મેજીક શો ચાલી રહ્યો છે ૧૮મી સુધી યોજાનાર આ શોમાં જાદુકલાના મહારથી કેલાલ, ભુપેશ દવે, રાજકુમાર, અને સમીર પટેલ શહેરીજનોમાં પોતાની કલાના કામણ પાથરી રહ્યા છે. આ શો નિહાળવા ખાસ ઉપસ્થિત રહેલા ‘અબતક’ મીડિયા હાઉસના મેનેજીંગ તંત્રી સતિષકુમાર મહેતા, બાલાજી વેફર્સનાં ઓનર ચંદુભાઈ અને એડીશ્નલ કલેકટર હર્ષદ વોરાને જાદુગરોએ શાલ ઓઢાડી તેમજ પુષ્પગુચ્છથી સન્માનીત કર્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ ઉત્સાહભેર શો નિહાળીને જાદુગરોને બીરદાવ્યા હતા.
બાલાજી વેફર્સનાં ઓનર ચંદુભાઈએ જણાવ્યું હતુ કે, રાજકોટના આંગણે ચાર દિગ્ગજ જાદુગરો એક સાથે મળીને કલા પીરસીને શહેરીજનોને મનોરંજન પૂ‚ પાડી રહ્યા છે. તેઓનું જીવન ખૂબ કપ‚ હોય છે. તેઓ ઘર છોડીને પોતાની કલા લોકોને પીરસે છે જે અભિનંદનને પાત્ર છે. વધુમાં તેઓએ જાદુગર મિસ્ટર બી (ભૂપેશ દવે) વિશે વાત કરતા જણાવ્યું હતુ કે તેઓ અદભૂત છે.તેમણે મારી સાથે સંવાદ કરતા, હું કયા શબ્દો બોલવાનો છું તે પણ જણાવી દીધું હતુ ચારેય જાદુગરો પોતાના શો મારફત વિદેશમાં પણ કિર્તી મેળવે તેવી હુ શુભકામના પાઠવું છું.
એડીશ્નલ કલેકટર હર્ષદ વોરાએ જણાવ્યું હતુ કે, આ ચારેય જાદુગરો જાદુ ક્ષેત્રનાં મહારથીઓ છે એક મહારથી બીજા મહારથીની સાથે મળીને કામ કરે તે ખૂબ નોંધનીય બાબત છે કેલાલ સૌરાષ્ટ્રનાં હોવાથી રાજકોટને આ લાહવો મળ્યો છે. ભુપેશ દવેના મેન્ટલ પાવરનાં પ્રયોગો છે. તે વ્યવહારીક જીવનમાં ગુનાઓનાં ડિટેકશનમાં તેમજ અન્ય ક્ષેત્રમાં ખૂબ ઉપયોગી છે. રાજકોટીયનોએ દરેક કલાની જેમ આ કલાને પણ વધાવી છે.