- માંડા ડુંગર પાસે જય કિરણ સોસાયટીના યુવકે મનપસંદ યુવતી સાથે લગ્ન ન થતા અને ખોડીયાર નગરમાં રસોઈ બાબતે માતાએ ઠપકો આપતા સગીરાએ જીવન ટૂંકાવ્યું
શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે અપમુત્યુ ના ચાર બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે. જેમાં રૈયા રોડ પર બ્રહ્મ સમાજ ચોક નજીક શિવપરામા રહેતા યુવાનો ઝેરી દવા પી લેતા , હાથી ખાનામાં પતિના મૃત્યુના વિયોગમાં મહિલાએ, ખોડીયાર નગર શેરી નંબર 6 માં રહેતી રસોઈ બનાવવા બાબતે માતાએ ઠપકો આપતા 14 વર્ષની માસુમ પુત્રીએ ગળાફાંસો ખાય અને જ્યારે આજીડેમ નજીક માંડા ડુંગર પાસે જયકિરણ સોસાયટીમાં યુવાને મનપસંદ ઉતરી સાથે લગ્ન ન થતા એસિડ પી જીવન ટૂંકાવતા ચારેય પરિવારમાં શોક નું મોજુ ફેલાયું છે. વધુ વિગત મુજબ શહેરના આજે જીઆઇડીસી વિસ્તારમાં આવેલા ખોડીયાર નગર શેરી નંબર 16 માં રહેતી વાસંતીબેન હસમુખભાઈ માદર નામની 14 વર્ષથી યુવતીએ પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લેતા બેભાન હાલતમાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડતા જ્યાં ફરજ પરના તબીબોએ મૃત જાહેર કરતા આ બનાવની જાણ થોરાળા પોલીસ મથકના સ્ટાફને થતા દોડી જાય મૃતક આંતીબેન માદર નું પીએમ અર્થે વૃદ્ધિને ખસેડી પ્રાથમિક તપાસમાં મૃતક વાસંતીબેન માદર ને માતાએ રસોઈ બનાવવા બાબતે ઠપકો આપતા આથી લાગી આવતા આ પગલું ભરી લીધાનું પરિવારજનોએ જણાવ્યું હતું.જ્યારે આજીડેમ નજીક માંડા ડુંગર પાસે જય કિરણ સોસાયટી શેરી નંબર ત્રણમાં રહેતા મિહિર મનોજભાઈ વાળા નામના યુવાને એસિડ પી લેતા ગંભીર હાલતમાં હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન મિહિર વાળા નું મોત નીપતા પરિવારમાં આક્રદ છવાયો હતો. આ બનાવની જાણ આજીડેમ પોલીસને થતા સ્ટાફ દોડી જય મિહિર વાળાને પીએમ અર્થે ખસેડી પ્રાથમિક તપાસમાં મિહિર વાળા ખાનગી કંપનીમાં નોકરી કરે છે યુવતી સાથે પ્રેમ સંબંધ હોવાથી અને તેની સાથે લગ્ન કરવાની ઈચ્છા પૂરી ન થતા અને ડિપ્રેશનમાં રહેતો હોવાથી આ પગલું ફરી લેવાનું પરિવારજનોએ જણાવ્યું છે. ઉપરાંત કેનાલ રોડ નજીક આવેલા હાથી ખાના શેરી નંબર છ માં રહેતા ગૌરીબેન મનજીભાઈ સમત નામના 50 વર્ષીય મહિલાએ પોતાના ઘરે પંખે દોરડા વડે ગળાફાંસો ખાઈ લેતા બેભાન હાલતમાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબોએ અમૃત જાહેર થતા જેની જાણ એની થતા સ્ટાફ દોડી ગયો હતો .જ્યાં પોલીસે ગૌરીબેન સમતના મુદ્દે ને પીએમ અર્થે ખસેડી પ્રાથમિક તપાસમાં સંતાનમાં એક પુત્ર અને પુત્રી છે પુત્રી સાસરે છે અને પુત્ર પીજીવીસીએલમાં નોકરી કરે છે ગૌરીબેન ના પતિ મનદીપભાઈ નું બે વર્ષ પહેલા અવસાન થયા બાદ પોતે ડિપ્રેશનમાં રહેતા હોય હાથી આ પગલું ભરી લીધાનું પરિવારજનો એ જણાવ્યું છે. ઉપરાંત શહેરના રૈયા રોડ બ્રહ્મ સમાજ ચોક નજીક શિવ પરા નવમાં રહેતા નિલેશ દેવજીભાઈ ચાવડા નામના 44 વર્ષીય યુવાને કેરી પ્રવાહી લીધો હોવાથી બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન નિલેશભાઈ ચાવડા નું મોત નીપજ્યું હતું આ બનાવવાની જાણ ગાંધીગ્રામ પોલીસ મથકના સ્ટાફને થતા પીએસઆઇ પીબી વારોતરીયા સહિતનો સ્ટાફ દોડી ગયા હતા.અને પોલીસની પ્રાથમિક તપાસમાં નિલેશભાઈ ચાવડાને કેન્સરની બીમારી હોવાથી આ પગલું ભરી લીધા હોવાનું બહાર આવ્યું છે પોલીસે કાગળો કરી વિશેષ તપાસ હાથ ધરી છે.
હાથીખાનામાં પતિના મૃત્યુના વિયોગમાં પ્રોઢાએ અને રૈયા રોડ પર શિવપરા ના યુવકે બીમારીથી કંટાળી અંતિમ પગલું ભર્યું