Amreli : મહિલાઓ અને દીકરીઓ માટે કથિત રીતે સુરક્ષિત કહેવાતા ગુજરાતમાં એક જ દિવસમાં દુષ્કર્મની ચાર ઘટનાઓ સામે આવી છે. ગુજરાતમાં એક જ દિવસમાં અમદાવાદ, અમરેલી અને ભાવનગરથી દુષ્કર્મની ઘટના સામે આવી છે. આ દરમિયાન ગુજરાતમાં વધુ એક દુષ્કર્મની ધટના સામે આવી છે. જેમાં અમરેલીના કુકાવાવમાં સામૂહિક દુષ્કર્મની ઘટના ઘટી હતી. ત્યારે સમગ્ર ઘટનાને લઇ યુવતીએ પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો છે.
અનુસાર માહિતી મુજબ, રાજ્યમાં વારંવાર દુષ્કર્મની ઘટનાઓ સર્જાય છે. ત્યારે વારંવાર સર્જાતી આવી ઘટનાઓને લઇ લોકોમાં રોષ ફેલાઇ ઉઠ્યો છે. ત્યારે અમરેલીમાં આવી એક ઘટના સામે આવી છે. જેમાં શહેરના કુકાવાવમા 21 વર્ષીય યુવતીની સામૂહિક દુષ્કર્મની ઘટના ઘટી હતી. જેમાં દુષ્કર્મ આચરનારા રાક્ષસોએ લગ્નની લાલચે યુવતીને પીંખી નાખી હતી.
4 વ્યક્તિઓએ સામૂહિક દુષ્કર્મ ગુજાર્યું
મળતી માહિતી અનુસાર, 21 વર્ષીય યુવતીને લગ્નની લાલચ આપી 4 વ્યક્તિઓએ સામૂહિક દુષ્કર્મ ગુજાર્યું હતું. તેમજ આ ઘટનાને લઇ યુવતીએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં આ 4 શખ્સો સામે ગુનો નોંધાયો હતો.
આ ઉપરાંત કુકાવાવમાં બનેલ આ ઘટનાની વડીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાય છે. જેને લઇ હાલ પોલીસે આરોપીઓની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે. ત્યારે આવી ઘટનાને લઇ ગ્રામજનોમાં રોષનો માહોલ જોવા મળ્યો છે.