વાતાવરણમાં ફેરફારોને કારણે કૃષિ, ઉદ્યોગક્ષેત્ર, સર્વિસ સેકટરો અને ભારતના અર્થતંત્ર પર માઠી અસર

છેલ્લા કેટલાક વર્ષોથી વાતાવરણ અને ગ્લોબલ વોર્મીંગના કારણે કમોસમી વરસાદ, રોગચાળો અને સ્વાઈન ફલુ જેવી જીવલેણ બીમારીઓનો ખૌફ વધ્યો છે. ત્યારે છેલ્લા પાંચ વર્ષોમાં ગરમીના પ્રકોપ અને હિટવેવને કારણે ચાર કરોડ ભારતીયો અસરગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે.

ભારતમાં ગરમીમાં સતત વધારો થઈ રહ્યો છે જેને કારણે લોકોના સ્વાસ્થ્ય પર માઠી અસર થઈ રહી છે. લેન્સન્ટ કાઉન્ટ ડાઉનના રિપોર્ટના અભ્યાસ મુજબ સામે આવ્યું હતું કે, ભારતના તાપમાનમાં સરેરાશ વધારો થઈ રહ્યો છે. ૧૯૦૧ થી લઈ ૨૦૦૭ સુધીમાં તાપમાનમાં નોંધપાત્ર વધારો થયો છે. જયારે ૨૧મી સદીમાં વિશ્ર્વભરમાં ૨ ડિગ્રી સેલ્સીયસ તાપમાનમાં વધારો થયો છે. ૨૧મી સદીના અંત સુધીમાં ગરમીનો પારો ૨.૨ થી લઈ ૫.૫ ડિગ્રી સુધી પહોંચવાની શકયતાઓ છે.

વાતાવરણમાં ફેરફારોને લઈ સામાન્ય વર્ગથી માંડીને તમામ વર્ગના લોકોના સ્વાસ્થ્ય તેમજ બજેટમાં પણ અસર થઈ છે. જેને કારણે ભારતની આર્થિક સ્થિતિ પણ ડામાડોળ ચાલી રહી છે. ભારત કૃષિ પ્રધાન દેશ હોવાને કારણે દેશના અર્થતંત્રમાં ૮૦ ટકાનો ફાળો એગ્રીકલ્ચરનો છે જે જીડીપીને સીધી અસર કરે છે અને અડધો અડધ જનસંખ્યાને પણ અસર કરે છે તો ઉદ્યોગ, સર્વિસ સેકટર અને લોકોના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પણ જોખમાય છે, રોગચાળા અને તાપમાનથી સ્વાસ્થ્યની અસરને કારણે મજૂર વર્ગોના કામ કરવાના કલાકોમાં પણ ઘટ જોવા મળતા ઉદ્યોગ ક્ષેત્રમાં માઠી અસર થઈ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.