ભારતમાં આવેલી 4 જગ્યાઓ જ્યાં સ્નાન કરવાથી રોગો મટે છે.
પુષ્કર સરોવર
દરેક વ્યક્તિએ પુષ્કર સરોવરનું નામ સાંભળ્યું હશે. આ સ્થળ રાજસ્થાનમાં છે. અહીં એક માત્ર બ્રહ્મા મંદિર છે. રામાયણમાં પણ પુષ્કરનો ઉલ્લેખ છે. ઘણા લોકો માને છે કે પુષ્કર તળાવમાં ડૂબકી લગાવવાથી શારીરિક બિમારીઓ દૂર થાય છે. રાજસ્થાનનું પુષ્કર તળાવ વિશ્વ પ્રસિદ્ધ છે. લોકોનું માનવું છે કે અહીં સ્નાન કરવાથી કેન્સર પણ મટી જાય છે. હજારો હિંદુ શ્રદ્ધાળુઓ આ મેળામાં આવે છે. તેઓ પોતાને પવિત્ર કરવાને માટે પુષ્કર સરોવરમાં સ્નાન કરે છે.
મણિમહેશ
અહીંના લોકોનું માનવું છે કે તેના પાણીમાં સ્નાન કરવાથી માંસપેશીઓ મજબૂત થાય છે અને શારીરિક ઘા રૂઝાય છે. મણિમહેશ કૈલાસ પર્વત પર સ્થિત છે. આ સ્થળ હિમાચલ પ્રદેશમાં છે.
ભીમકુંડ
ભીમકુંડ મધ્યપ્રદેશના છતરપુરમાં આવેલું છે. આ ભીમકુંડ મહાભારત કાળનો હોવાનું મનાય છે. રસપ્રદ વાત એ છે કે આ ભીમકુંડ કેટલું ઊંડું છે તે કોઈ જાણતું નથી. છતરપુરના સ્થાનિક લોકોનું માનવું છે કે ભીમકુંડમાં ડૂબકી લગાવવાથી સ્વાસ્થ્યમાં સુધારો થઈ શકે છે.
ગંગનાની
ગંગનાની ઉત્તરાખંડનું એક નાનકડું ગામ છે. આ ગામ ગંગોત્રી માર્ગ પર છે. અહીં આવનારા મોટાભાગના લોકો માને છે કે અહીંના ગરમ પાણીના કુંડમાં નાહવાથી તેમનું સ્વાસ્થ્ય સુધરે છે. આ ગરમ પાણીમાં સ્નાન કરવાથી શારીરિક બિમારીઓ દૂર થાય છે તેવું માનવામાં આવે છે.