અમદાવાદ શહેરની વટવા જીઆઈડીસીમાં આવેલી એક કંપનીની વેસલ ટાંકીમાં ગેસ ગળતર થવાથી 4નાં મોત થયા હતા. જ્યારે ગેસ ગળતરને પગલે ત્રણને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. હાલમાં એલજીમાં તેમની સારવાર ચાલી રહી છે. કુલ પાંચ જણને ગેસગળતરની અસર થઈ છે. જેમાં 3ની સ્થિતિ ખૂબ જ નાજૂક છે.
ફેઝ-2માં આવેલી એડવાન્સ ડાયસ્ટફ ઈન્ડસ્ટ્રીઝની વેસલ ટાંકીમાં કારીગરો ફસાયા હોવાની માહિતી મળી હતી. જેને લઈને બચાવ કામગીરી માટે ફાયરબ્રિગેડનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને બચાવ કામગીરી આરંભી હતી. પરંતુ બચાવ કામગીરી દરમિયાન જ 4 મજૂરોના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા. જ્યારે ગેસ ગળતરને કારણે 2 ગંભીર રીતે ગુંગળાયા હતા. તેમને શહેરની એલજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને ત્યાં સારવાર ચાલી રહી છે. બંનેની સ્થિતિ નાજૂક હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટના બાદ પોલીસ પણ ઘટનાસ્થળે દોડી ગઈ હતી.