થરાદથી અમદાવાદ જતી વેળાએ મહેસાણા નજીક બોલેરોને ડમ્પરે ઠોકર મારતાં સર્જાયો અકસ્માત
રાજ્યમાં દીન પ્રતિદિન અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે.જેમાં થરાદના ડીવાયએસપી ચાર પોલીસ કર્મીઓ સાથે બોલેરો વાહનમાં થરાદ થી અમદાવાદ તરફ જઈ રહ્યા હતા ત્યારે તેના વાહનને ડમ્પરે ઠોકર મારતા બોલેરો મલ્ટી મારી જતા ડીવાયએસપી સહિત ચાર પોલીસ કર્મીઓને ઈજા પહોંચી હતી. જેથી તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતા જ સ્થાનિક પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો.
વિગતો મુજબ બનાસકાંઠાના થરાદ ખાતેના ડીવાયએસપી સામતભાઈ વારોતરિયા તેના રાઇટર વસનાભાઈ હરિભાઈ,કમાન્ડો જોધાભાઈ નારણભાઈ, અને પ્રવીણભાઈ કરશનજી સાથે થરાદ થી બોલેરો વાહનમાં અમદાવાદ તરફ જઈ રહ્યા હતા ત્યારે મહેસાણા – નંદાસણ હાઇવે કોઈ રિક્ષા ચાલકે બ્રેક મારતા ડ્રાઇવર પ્રવીણભાઈ બોલેરો ઉભી રાખી દેતા પાછળથી પૂરું પાડસ ઝડપે આવતા ડમ્પરે તેના બોલેરો ને ઠોકર મારતા બોલેરો પલટી મારી ગઈ હતી. જેથી વાહનમાં બેસેલા ડીવાયએસપી સામતભાઈ વારોતરિયા તેના રાઇટર વસનાભાઈ હરિભાઈ,કમાન્ડો જોધાભાઈ નારણભાઈ, અને ડ્રાઇવર પ્રવીણભાઈ કરશનજીને નાની મોટી ઈજા પહોંચતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
બનાવની જાણ સ્થાનિક પોલીસને હતા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો.અને બોલેરો ચાલક વિરુદ્ધ ગુનો નોધી તેની અટકાયત કરી હતી.