બેંકોના ખાનગીકરણ મુદ્દે કર્મચારીઓ દ્વારા યુદ્ધના મંડાણ: નાણાંમંત્રીની જાહેરાતી નારાજગી
માર્ચ મહિનાની ૧૫ અને ૧૬ તારીખે ૨ દિવસની બેંક હડતાળની જાહેરાત યૂનાઈટેડ ફોરમ ઓફ બેંક યૂનિયન્સ દ્વારા કરવામાં આવી છે. આ યૂનિયનમાં બેંક કર્મચારીઓની કુલ ૯ યૂનિયન સામેલ છે.
બેંક કર્મચારીઓએ માર્ચ માસમાં ૨ દિવસની હડતાળ જાહેર કરી છે. આ સિવાય બેંક અન્ય ૨ દિવસ એટલે કે બીજો શનિવાર અને ૧૩ તારીખે તો રવિવાર એટલે કે ૧૪ તારીખે પણ બંધ રહેશે. આમ સળંગ ૪ દિવસ ૧૩મીી ૧૬મી તારીખ સુધી બેંકમાં રજા રહેશે.
હૈદરાબાદમાં યેલી યૂનાઈટેડ ફોરમ ઓફ બેંક યૂનિયન્સની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. બેઠકના અનુસાર કર્મચારીઓને સરકાર દ્વારા બેંકોના ખાનગીકરણ કરવાને લઈને નારાજગી જાહેર કરી હતી. સરકારના આ નિર્ણય પર અસંતોષ વ્યક્ત કરતા કર્મચારીઓએ ૧૫ અને ૧૬ તારીખે હડતાળ જાહેર કરી છે.
આ ૨ દિવસની હડતાળની જાહેરાત યૂનાઈટેડ ફોરમ ઓફ બેંક યૂનિયન્સની તરફી કરાઈ છે. આ યૂનિયનમાં બેંક કર્મચારીઓના કુલ ૯ યૂનિયન સામેલ છે. નાણામંત્રી નિર્મલા સીતારણણે બેંકના ખાનગીકરણ જાહેરાત હાલમાં બજેટ રજૂ કરતા સમયે કરી હતી.
આઈડીબીઆઈ અને એલઆઈસની વચ્ચે લેનલેનના માધ્યમી વર્ષ ૨૦૧૯માં જ ખાનગીકરણની શરૂઆત ઈ હતી. યૂનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સમાં મહાસચિવે કહ્યું કે બેંકના ખાનગીકરણને લઈને સરકારે લીઘેલા નિર્ણયનો અમે વિરોધ કરીએ છીએ. આ સમયે બજેટમાં પણ બેંકિંગ સંબંધિત ક્ષેત્રોમાં માણામંત્રીએ લીધેલા નિર્ણયો પર ચર્ચા કરાઈ હતી. નાગરિકોને આ અઠવાડિયે બેંકના કામકાજ પૂરા કરી લેવાના રહેશે. નહીં તો તેઓને માટે મુશ્કેલી આવી શકે છે. તો આજે જ તમારા તમામ કામનું પ્લાનિંગ કરો તે જરૂરી છે.