પાકિસ્તાનના સીઝફાયર વાયોલેશનનો ભારત જડબાતોડ જવાબ આપી રહ્યું છે. છેલ્લા 48 કલાકમાં લાઇન ઓફ કન્ટ્રોલ (LoC) પર ભારતીય સેના જવાબી કાર્યવાહીમાં 4 પાકિસ્તાની સૈનિકોને ઠાર મારી ચૂકી છે. જોકે, ભારે ફાયરિંગમાં બે ભારતીય જવાન અને બે સામાન્ય નાગરીક પણ ઘાયલ થયા છે. ન્યૂઝ એજન્સીના સૂત્રોના જણાવ્યા મુજબ, પાકિસ્તાની સેના છેલ્લા અનેક દિવસોથી સીમા પર સ્થિત પુંછ અને રાજૌરી જિલ્લામાં 120 અને 82 મિમિ મોર્ટારથી સેનાના ઠેકાણાઓ પર હુમલો કરી રહી હતી. જેના કારણે અહીં રહેનારા લોકોને પોતાના ઘર છોડીને જવા મજબૂર થવું પડ્યું હતું.
બોર્ડર પાસેની તમામ સ્કૂલ બંધ
પાકિસ્તાન તરફથી ફાયરિંગ અને શેલિંગથી સીમાની પાસે સ્થિત ઘરોમાં નુકસાન પહોંચ્યું છે. અધિકારીઓ મુજબ, સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ લોકોને ઘરોની અંદર રહેવા કહેવામાં આવ્યું છે. આ ઉપરાંત LoCની આસપાસ તમામ સ્કૂલોને 5 માર્ચ સુધી બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.