ભાવનગર એલસીબીએ ધોબી તળાવ વિસ્તારમાંથી ૮૫ બોટલ ઈંગ્લીશ દારૂ પકડી પાડ્યો હતો. બૂટલેગર સ્થળ પર મળી આવ્યો ન હોય તેની શોધખોળ હાથ ધરાઈ છે.
ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમ સીટી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન પોલીસ કોન્સ રાજેન્દ્રસિંહ સરવૈયાને નિર્મળનગર આટા મીલ પાસે રહેતા વસીમભાઇ ઉસ્માનભાઇ ગોરીએ બોર તળાવ ઘોબી સોસાયટી હસને મસ્જીદ પાસે આરીફભાઇ બચુભાઇ ઘોબીની ઓરડીની પાછળના ભાગે નાળાની બાવળની કાંટમાં ભારતીય બનાવટનો પરપ્રાંત ઇગ્લીશ દારૂનો જથ્થો છુપાવ્યો છે. અને તે દારૂનો જથ્થો સગે-વગે કરવાની પેરવીમાં છે. આથી આ જગ્યા ઉપર દરોડો પાડતા ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂ ૮૫ બોટલ મળી આવતા વસિમ ઉસ્માન ગોરી વિરૂધ્ધ્માં બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી શોધખોળ હાથ ધરાઈ છે.
આ કામગરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ. વી.વી. ઓડેદરા તથા પો.સબ.ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફ હેડ કોન્સ. વનરાજભાઇ ખુમાણ તથા રાજપાલસિંહ સરવૈયા તથા જયવિરસિંહ જાડેજા તથા રાજેન્દ્રસિંહ સરવૈયા તથા સંજયભાઇ ચુડાસમા વિગેરે જોડાયા હતા.