બહુ ચર્ચીત કૌભાંડમાં ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી કોડા અને સચિવ એચ.સી.ગુપ્તા સહિતના આરોપીઓને આવતીકાલે સ્પેશિયલ સીબીઆઈ કોર્ટ સજા સંભળાવશે
પ્રેસીડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ ગુ‚વારે એક અગત્યનો સંરક્ષણ નિતી વિધાયક પસાર કરી કહ્યું હતું કે, આ બીલ સૈનીકી તાકાત વધારવા અને આધુનિકીકરણ કરવામાં મદદરૂપ બનશે.
આવતા નાણાકીય વર્ષના નેશનલ ડિફેન્સ ઓથોરાઈઝેશન એકટ અંતર્ગત ૭૦૦ બીલીયન ખર્ચવા જઈ રહી છે. જો કે, કોંગ્રેસે હજુ આ ફંડ પૂરું પાડયું નથી.
“આ બિલ પસાર કરીને અમે અમારી સૈનિકી તાકાતને પુન: સ્થાપન કરવાની પ્રક્રિયાને વેગવંતી બનાવી રહ્યાં છીએ સુરક્ષા સચિવ જીમ મેરીસ અને અન્ય ઉચ્ચ સ્તરીય અધિકારીઓની ઉપસ્થિતિમાં ડોનાલ્ડ ટ્રમ્પ જણાવ્યું હતું.
આ કાયદો અમારી તત્પરતા વધારનારી છે અને અમારી સેનાને આધુનિક કરનારી છે. આ ઉપરાંત સેનાને લડવા અને જીતવા માટેના સાધનો પુરી પાડતી સેવાકીય સંસ્થાઓને મદદ‚પ બનનારી છે.
દુનિયાની સાત મીલીટરી/સૈનિક સંયોજનથી પણ વધારે ફંડને કઈ રીતે પૂરું પાડી શકાશે તે બાબતે એનડીએએ પાસ કરનાર અને તેના સપોર્ટરો અને કાયદા શાસ્ત્રીઓ સહમત નથી થઈ રહ્યાં?
અમેરીકી સેનાના બહાદુર જવાનોને પુરતા સાધનો અને સ્ત્રોતો પુરા પાડવા આપણે એક કદમ આગળ વધીને પણ આ કરવું જરૂરી હતું. ડોનાલ્ડ ટ્રમ્પે ઉમેર્યું હતું.