જિલ્લાભરના તમામ અધિકારીઓ હેડ કવાર્ટર નહીં છોડે, સુરક્ષાના ભાગરૂપે જિલ્લાના ૩૫૫૯ લોકોનું સ્ળાંતર: તંત્રની એક અપીલી સામાજિક સંસઓએ ફૂડ પેકેટની સહાય વરસાવી, આંગણવાડી અને સખી મંડળ સહિતની સંસઓની બહેનોએ કર્યું શ્રમદાન
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જિલ્લા કલેકટરોને વીડિયો કોન્ફરન્સના માધ્યમી આપી સુચના, માણસ તો નહીં પરંતુ એક પશુને પણ નુકશાન ન પહોંચવું જોઈએ
તમામ પશુપાલકોને પોતાના પશુઓને બાંધીને ન રાખવાની તંત્રની ખાસ અપીલ
‘વાયુ’ વાવાઝોડાનું આજ મોડી રાતી ગુજરાતમાં આગમન વાનું છે જેના પગલે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર ગઈકાલી રાઉન્ડ ધ કલોક કામે લાગી છે ગયું છે. જિલ્લા વહીવટી તંત્રની એક અપીલી સામાજિક સંસઓએ ફૂડ પેકેટની સહાય વરસાવતા કુલ ૪.૮૬ લાખ ફૂડ પેકેટો તૈયાર યા છે. આ ફૂડ પેકેટોને તૈયાર કરવામાં આંગણવાડી અને સખી મંડળ સહિતની બહેનો હાલ શ્રમદાન કરી રહી છે. વધુમાં જિલ્લા કલેકટર અને ડીડીઓ આખી રાત કલેકટર કચેરી ખાતે સ્ટેન્ડ ટુ રહી જરૂરી સુચનાઓ તેમજ માર્ગદર્શન પૂરું પાડવાના છે. આજરોજ બપોરે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ તમામ જિલ્લા કલેકટરોને વીડિયો કોન્ફરન્સના માધ્યમી સુચના આપી હતી. જેમાં તેઓએ આદેશ આપ્યો હતો કે, માણસો તો નહીં પરંતુ એક પશુને પણ નુકશાન ન પહોંચે તે રીતે આયોજનબદ્ધ રીતે વ્યવસ ગોઠવવી. ‘વાયુ’ વાવાઝોડુ આજે દિવી પોરબંદર વચ્ચેના દરિયાકાંઠેી મોડીરાતના સમયે ગુજરાતમાં પ્રવેશવાનું જેની અસર સુરેન્દ્રનગર જિલ્લા સીવાયના સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓમાં વરતાવાની છે. હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદ સો ભારે પવન પણ ફૂંકાવાનો છે. હવામાન ખાતાની આ આગાહીના પગલે ગઈકાલી રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. ગઈકાલી સુરક્ષા અંગેની તમામ તૈયારીઓનો ધમધમાટ ચલાવવામાં આવી રહ્યો છે. જેમાં આજરોજ સવારે ૭ વાગ્યાી વહીવટી તંત્ર દ્વારા જેતપુર, ગોંડલ, ધોરાજી અને ઉપલેટા તાલુકાઓમાંી ૩૫૫૯ લોકો કે જે નીચાણવાળા વિસ્તારમાં વસે છે તેઓનું સ્ળાંતર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. જે બપોર સુધીમાં પૂર્ણ ઈ ચૂકી હોવાનું જાણવા મળી રહ્યું છે.
વધુમાં જો પરિસ્િિત વધુ વણસે તો લોકોને જઠરાગ્ની ઠારવા માટે પુરતો નાસ્તો મળી રહે તે હેતુી વહીવટી તંત્ર દ્વારા સામાજિક સંસઓને ફૂડ પેકેટ આપવાની અપીલ કરવામાં આવી હતી. આ અપીલના પગલે ગણતરીની કલાકોમાં જ સામાજિક સંસઓએ તાવડાઓ માંડીને ૪.૮૬ લાખ ફૂડ પેકેટની સહાયની સરવાણી વહાવી છે. ઉપરાંત અમુક સંસઓએ લુઝમાં નાસ્તો આપ્યો હોવાી આંગણવાડી અને સખી મંડળ સહિતની સંસઓની ૨૦૦ બહેનો શ્રમદાન આપીને ફૂડ પેકેટ તૈયાર કરી રહ્યાં છે.
હાલ આ ફૂડ પેકેટ જંકશન સ્ટેશન સામે આવેલા ભાટીયા બોર્ડીંગમાં તૈયાર કરવામાં આવી રહ્યાં છે.
વાવાઝોડુ આજ મોડી રાતી અસર દેખાડવાનું શરૂ કરનાર છે ત્યારે જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તા અને જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસીયા આખી રાત જિલ્લા કલેકટર કચેરી ખાતે રોકાવાના છે. અહીંી તેઓ સતત જિલ્લાભરના અધિકારીઓ અને કર્મચારીઓના સંપર્કમાં રહીને રાજ્ય સરકાર સો સંકલન સાંધી જરૂરી માર્ગદર્શન પૂરું પાડવાના છે. વધુમાં આજે બપોરે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ તમામ જિલ્લા કલેકટરો સો વીડિયો કોન્ફરન્સ યોજી હતી. જેમાં તમામ જિલ્લા કલેકટરોને મુખ્યમંત્રીએ સુચના આપી હતી કે, માણસો તો ઠીક એક પશુને પણ નુકશાન ન પહોંચે તે રીતે આયોજનપૂર્વક તૈયારી કરવાની રહેશે. આ ઉપરાંત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખાસ સુચના જાહેર કરવામાં આવી છે કે, દરેક પશુપાલકોએ પોતના પશુને બાંધીને ન રાખવા જેી જો પરિસ્િિત વધુ વણસે તો પશુઓ પોતાની રીતે પોતાનો બચાવ કરી શકે.
વહીવટી તંત્રની એક અપીલી વિવિધ સામાજિક સંસઓએ ફૂડ પેકેટની સહાય કરી હતી જેમાં આત્મીય યુનિવર્સિટી દ્વારા ૨૦૦૦, સ્વામીનારાયણ ગુરુકુળ દ્વારા ૫૦૦૦, રાજન વડાલીયા દ્વારા ૫૦૦૦, બાલાજી વેફર્સ દ્વારા ૧૫૦૦૦, ગોપાલ નમકીન દ્વારા ૨૫૦૦૦, બીએપીએસ ગોંડલ દ્વારા ૨૫૦૦૦, સદગુરુ આશ્રમ દ્વારા ૨૫૦૦, ખોડલધામ દ્વારા ૭૫૦૦૦, બિલ્ડર્સ એસો દ્વારા ૨૫૦૦૦, બોલબાલા ટ્રસ્ટ દ્વારા ૨૦૦૦, આપા ગીગાના ઓટલા દ્વારા ૧,૨૫,૦૦૦, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ૧,૦૦,૦૦૦, રમાના ધામ ગોંડલ દ્વારા ૧૦,૦૦૦, સ્વામીનારાયણ ગુરુકુળ વડાલીયા દ્વારા ૧૦,૦૦૦, ખાનગી સ્કૂલ એસો. દ્વારા ૫૦,૦૦૦ મળી કુલ ૪, ૮૬,૦૦૦ ફૂડ પેકેટ આપવામાં આવ્યા છે.