પા.પુ. કર્મચારીના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું: સાવસર પ્લોટની ઓફિસમાંથી કોમ્પ્યુટર ચોર

મોરબી પંથકમાં તસ્કરો બેફામ બની ગયા છે અને ચોરીની એક બાદ એક ઘટના બની રહી છે જેમાં તાજેતરમાં પાણી પુરવઠા આવાસના બંધ ક્વાર્ટરને નિશાન બનાવી તસ્કરોએ ૪.૮૦ લાખની ચોરી કર્યાની ફરિયાદ નોંધાવી છે તે ઉપરાંત સાવસર પ્લોટમાં એજન્સીની ઓફીસમાંથી તસ્કરોએ કોમ્પ્યુટર ચોરી કરી છે

મોરબીના રવિરાજ ચોકડી નજીક પાણી પુરવઠા આવાસના ક્વાર્ટરમાં રહેતા ચેતનભાઈ હરકાંતભાઈ જોષીએ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૦૨-૦૩ ના રોજ ફરિયાદી યુવાન તેની પત્ની ધરતીબેન અને દીકરા નૈતિક સાથે તેના સસરા વિષ્ણુપ્રસાદ રાવલ રહે મોરબી રવાપર રોડના ઘરે ગયા હતા અને તા. ૦૩-૦૩ ના રોજ સવારે પાડોશીનો ફોન આવ્યો કે તમે તાળું માર્યા વગર ગયા છો પરંતુ તાળું મારીને ગયા હોય જેથી ચોરીની શંકા જતા ઘરે પરત આવી જોતા ક્વાર્ટરનો મુખ્ય દરવાજાના હેન્ડલનો નકુચો તૂટેલ હતો અને કબાટ તેમજ અન્ય માલસામાન વેરવિખેર પડ્યો હતો.

જેથી ઘરમાં ચેક કરતા તસ્કરો બે અઢી ટોળાના સોનાના ચેન કીમત ૧,૨૦,૦૦૦, ત્રણ ટોળાનો સોનાનો સેટ કીમત ૭૫૦૦૦, ત્રણ ટોળાની રૂદ્રાક્ષની માળા કીમત ૭૫૦૦૦, ત્રણ જોડી દોઢ ટોળાની સોનાની બુટી કીમત ૩૭૦૦૦, કાનની સેર સોનાની એક તોલા કીમત ૨૫૦૦૦ બે તોલા સોનાનું મંગલસૂત્ર કીમત ૫૦,૦૦૦  તેમજ લેડીઝ વીંટી, ત્રણ જેન્ટ્સ વીંટી, ૩૫૦૦૦ તથા સોનાનો પેન્ડલ સેટ ૫૦૦૦, સહીત કુલ ૪,૮૦,૦૦૦ ની ચોરી થયાની પાણી પુરવઠામાં ફરજ બજાવતા કર્મચારીએ ફરિયાદ નોંધાવી છે.

તાલુકા પોલીસે ચોરીના બનાવ અંગે ગુન્હો નોંધી વધુ તપાસ તાલુકા પીએસઆઈ એન જે રાણા ચલાવી રહ્યા છે સાવસર પ્લોટની ઓફિસમાં ચોરી તે ઉપરાંત તસ્કરોએ સાવસર પ્લોટ મેઈન રોડ પર આવેલી આનંદ સેલ્સ એજન્સી નામની એજન્સીને નિશાન બનાવી હતી જે સિમેન્ટના ગોડાઉનમાંથી તસ્કરોને રોકડ હાથ ના લગતા કોમ્પ્યુટર ચોરી ગયાની માહિતી મળી છે જોકે બનાવ અંગે સત્તાવાર ફરિયાદ નોંધાઈ નથી

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.