નેશનલ ન્યુઝ
અફઘાનિસ્તાનમાં 6.3ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો છે. જેની અસર ઉત્તર ભારતમાં પણ જોવા મળી છે. ઉત્તર ભારતમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપનું કેન્દ્ર બિંદુ હિન્દુકુશ રિઝન હતું. આ ભૂકંપના આંચકા પાકિસ્તાનમાં પણ અનુભવાયા છે. દિલ્હી-એનસીઆર સહિત ઉત્તર ભારતમાં પણ ભૂકંપના ઝટકા જોવા મળ્યા છે. આ સિવાય પાકિસ્તાનના લાહોર, ઇસ્લામાબાદ, રાવલપિંડી અને ખૈબર પખ્તુનખ્વામાં પણ ભૂંકપના આંચકા આવ્યા છે. અફઘાનિસ્તાનમાં વહેલી સવારે 4.51 કલાકે 4.3ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો છે અને તેનું ઉદગમસ્થાન 17 કિમીની ઊંડાઈ નોંધાય હતી .