ભૂકંપના કારણે લોકોમાં ભયનો માહોલ : કોઈ જાનહાની નહીં
રાજસ્થાનના અલવરમાં ગુરુવારે ૪.૨ની તીવ્રતાનો ભૂકંપ આવતા દિલ્હીમાં થોડી સેક્ધડો સુધી ધરતી જોરદાર ધ્રૂજતી રહેતાં લોકો ગભરાઈને ઘરોની બહાર દોડી ગયા હતા.
નેશનલ સિસમોલોજી વિભાગના જણાવ્યા અનુસાર રાજસ્થાનમાં આવેલા ભૂકંપના આંચકના કારણે દિલ્લીમાં ધ્રુજારો અનુભવાયો હતો. ભૂકંપનું એપીસેન્ટર રાજસ્થાનનું અલવર નોંધાયું હતું. જો કે, ભૂકંપમાં કોઈ જાનહાની નોંધાઇ નથી.
દિલ્હી અને એની આસપાસના વિસ્તારોમાં ૪.૨ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હોવાનું નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું હતું. આ ભૂકંપનું એપીસેન્ટર રાજસ્થાનના અલવરમાં રહ્યું હોવાનું જણાવાયું છે. ભૂકંપનો આ આંચકો રાતે ૧૧:૪૬ વાગ્યે અનુભવાયો હતો અને એનું કેન્દ્રબિંદુ ધરતીની સપાટીથી ૫ કિમી નીચે રહ્યું હતું.ભૂકંપને કારણે કોઈ જાનહાનિ કે ુકસાનના સમાચાર હજુ સુધી મળ્યા નથી. ભૂકંપના આંચકા ગુરુગ્રામ, ગાઝિયાબાદ અને નોઈડામાં પણ અનુભવાયાની માહિતી સ્કાયમેટ વેધરે આપી હતી. ભૂકંપના આંચકા અનુભવાતાં થોડી સેક્ધડો સુધી ધરતી ધ્રૂજતી રહેતાં લોકો ગભરાટના માર્યા ઘરોની બહાર દોડી આવ્યા હતા.
આ અગાઉ ૨ ડિસેમ્બરે પણ દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેની તીવ્રતા ૨.૭ રહી હતી. ગાઝિયાબાદ જિલ્લામાં ભૂકંપની કેન્દ્રબિંદુ રહ્યું હતું. લોકડાઉન પછી અત્યારસુધીમાં દિલ્હી-એનસીઆરમાં ૧૫થી વધુ વખત ધરતી ધ્રૂજી છે.ભૂગર્ભ વિજ્ઞાનીઓના અનુસાર ભૂકંપનું અસલી કારણ ટેક્ટોનિક પ્લેટોમાં થતી હલચલ હોય છે. આ ઉપરાંત ઉલ્કા પ્રભાવ અને જ્વાળામુખી વિસ્ફોટ, માઈન ટેસ્ટિંગ અને ન્યૂક્લિયર ટેસ્ટિંગને કારણે પણ ભૂકંપ આવે છે.