અફઘાનિસ્તાનમાં ગત મોડી રાત્રે ભૂકંપના આચકા અનુભવાયા છે. અહેવાલ મુજબ આ ભુકંપની તીવ્રતા 4.1ની હતી. જો કે આ ભૂકંપથી કોઈ જાનહાની થઈ નથી. અગાઉ ઓક્ટોબરના ભુકંપ બાદ ફરી ધરા ધ્રુજતા લોકોમાં ભયનો માહોલ છવાયો હતો.
ભૂકંપનું કેન્દ્ર કાબુલમાં 73 કિલોમીટરની ઉંડાઈએ, અગાઉ ઓક્ટોબરના વિનાશક ભુકંપ બાદ ફરી ધરા ધ્રુજતા લોકોમાં ભય
અફઘાનિસ્તાનના કાબુલમાં સોમવારે મોડી રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.1 માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્ર કાબુલમાં 73 કિલોમીટરની ઉંડાઈએ હોવાનું કહેવાય છે. ભૂકંપના કારણે કોઈ જાનહાનિના અહેવાલ નથી.થોડા મહિના પહેલા અફઘાનિસ્તાનમાં લગભગ 6ની તીવ્રતાના ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ભૂકંપના જોરદાર આંચકાના કારણે માટી-ઇંટોના સેંકડો મકાનો ધરાશાયી થયા. ઓક્ટોબરની શરૂઆતમાં આવેલ આ ભૂકંપમાં લગભગ 4000 લોકોના મોત થયા હતા. તે જ સમયે, 9,000 થી વધુ ઘાયલ થયા હતા. તાલિબાનના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, 6.3ની તીવ્રતાનો ભૂકંપ બે દાયકામાં દેશમાં આવેલા સૌથી વિનાશક ભૂકંપ પૈકીનો એક હતો.