- અમદાવાદનાં સાઉથ બોપલમાં જ્વેલર્સના લૂંટ
- હથિયાર સાથે આવેલા 4 જેટલા લૂંટારુઓ લૂંટ ચલાવી ફરાર
- બોપલ પોલીસે વધુ તપાસ હાથ ધરી
Ahmedabad : કહેવાતા સુરક્ષિત ગુજરાત રાજ્યની દર બીજા દિવસે પોલ ખુલી રહી છે. તેમજ રાજ્યના વિકસિત શહેર અમદાવાદમાં પણ જાણે કાયદો અને વ્યવસ્થા નેવે મૂકી હોય તેવી ઘટનાઓ વારંવાર સામે આવી રહી છે. ત્યારે શહેરના બોપલ વિસ્તારમાં જ્વેલર્સની દુકાને ધોળા દિવસે બંદૂકની અણીએ લૂંટ થઈ હોવાના સમાચાર સામે આવ્યા છે. આ સમગ્ર ઘટનાના દ્રશ્યો CCTVમાં સામે આવ્યા છે. તેમજ પોલીસે દુકાનદારની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદના સાઉથ બોપલમાં ધોળા દિવસે લૂંટની એક ઘટના સામે આવી છે. જેમા 4 લૂંટારુઓએ ભેગા મળીને જ્વેલર્સની દુકાનમાં લૂંટને અંજામ આપ્યો છે. તેમજ આરોપીઓએ હેલ્મેટ પહેરીને મોટા પ્રમાણમાં સોના ચાંદીના દાગીનાની લૂંટ કરી હોવાનું સામે આવ્યું છે.
સાઉથ બોપલમાં લૂંટ
ચાર લૂંટારા જ્વેલર્સની દુકાનમાં લૂંટ કરીને ફરાર થઇ ગયા હતા. ત્રણ લુંટારા દુકાનમાં લૂંટ માટે પ્રવેશ્યા હતા જ્યારે એક લૂંટારો દુકાનની બહાર ચોકીદારી કરી રહ્યો હતો. લુંટારા જવેલર્સના શો રુમમાં ડિસ્પ્લેમાં રાખવામાં આવેલા સોના-ચાંદીના દાગીનાના ઘરેણાં લઈને ફરાર થઇ ગયા હતા.બનાવની જાણ થતા જ બોપલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને CCTV કેમેરાના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
સમગ્ર ઘટના CCTVમાં કેદ
શહેરના સાઉથ બોપલ વિસ્તારમાં આવેલી કનકપુર જવેલર્સમાં ત્રણ જેટલાં શખ્સો ચહેરા પર કપડું અને હેલમેટ પહેરીને લૂંટ કરતા દેખાય છે. લૂંટ કરવા આવેલા શખ્સો 24 કલાક સુધી ધમધમતા આ વિસ્તારના જ્વેલર્સમાં આરામથી લૂંટ કરતા જોવા મળે છે. CCTV મુજબ આ લુંટારુઓ જ્વેલર્સના ડિસ્પ્લેમાં રાખવામાં આવેલી તમામ વસ્તુઓ આરામથી લૂંટ કરતા જોવા મળે છે.
ઉલ્લેખનીય છે કે, આ લૂંટની ઘટનામાં 4 આરોપી હોવાનું સામે આવ્યું છે. તેમજ 4 લોકોએ ભેગા મળીને આ લૂંટને અંજામ આપ્યો હતો. જેમાં આરોપીઓએ મોટા પ્રમાણમાં સોના-ચાંદીના દાગીનાની લૂંટ કરી હતી અને લૂંટને અંજામ આપીને આરોપી ફરાર થઈ ગયા.
શહેરના પોશ વિસ્તારમાં ધોળા દિવસે બનેલી આ લૂંટની ઘટનાને હાલ શહેરમાં ચિતાની બનાવ બની ગયો છે. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ પણ દોડતી થઈ ગઈ છે અને આરોપીઓને શોધી રહી છે. આ સમગ્ર મામલે પોલીસે હાલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.