ઈંગ્લીશ ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસન અને જોશ તોંગની બાદબાકી, ક્રિશ વોકસ અને માર્ક વુડને ટીમમાં સ્થાન મળ્યું
બે એસીઝ ટેસ્ટ હાર્યા બાદ આજથી શરૂ થતી ત્રીજી ટેસ્ટમાં ઇંગ્લેન્ડે તેના ટીમમાં અનેક બદલાવો કર્યા છે. જેની પાછળનું સૌથી મોટું કારણ એ જ છે કે જે બે ટેસ્ટમાં ઇંગ્લેન્ડે હારનો સામનો કરવો પડ્યો ઇંગલિશ બોલેરોની ભૂમિકા ખૂબ મહત્વની રહી હતી કારણ કે જે રીતની ઓસ્ટ્રેલિયાને હમફાવા માટે બોડી લાઈન બોલિંગ થવી જોઈએ તે થઈ શકી ન હતી અને પરિણામ સ્વરૂપે ઇંગ્લેન્ડ એ હારનો સામનો કરવો પડ્યો હતો. આજથી શરૂ થતી ત્રીજી ટેસ્ટમાં ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસન અને જોશ તોંગની જગ્યાએ ક્રીસ વોકશ અને માર્ક વુડને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે.
ત્રીજા નંબરના બેટ્સમેન અને વાઈસ કેપ્ટન ઓલી પોપ ઈજાના કારણે ત્રીજી ટેસ્ટમાંથી બહાર થઈ ગયા છે. ઇંગ્લિશ વાઇસ-કેપ્ટન એશિઝની બાકીની ત્રણ મેચમાંથી બહાર થઈ ગયો છે. ઓલી પોપને તેના સીધા ખભામાં ઈજા થઈ છે. ઇંગ્લિશ વાઇસ-કેપ્ટન એશિઝની બાકીની ત્રણ મેચમાંથી બહાર થઈ ગયો છે. ઓલી પોપને તેના સીધા ખભામાં ઈજા થઈ છે. બોલિંગ ઓલરાઉન્ડર ક્રિસ વોક્સ અને ફાસ્ટ બોલર માર્ક વુડને હેડિંગ્લે ટેસ્ટમાં તક મળશે. આ સિવાય સ્પિન ઓલરાઉન્ડર મોઈન અલી પણ ટીમમાં વાપસી કરશે. આ સાથે જ હેરી બ્રુક ત્રીજા નંબર પર રમતા જોવા મળશે.
એશિઝ 2023ની શરૂઆત પહેલા ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ પાછી ખેંચનાર સ્પિન ઓલરાઉન્ડર મોઈન અલી એજબાસ્ટ ખાતે રમાયેલી પહેલી ટેસ્ટમાં ઈજાગ્રસ્ત થયો હતો. આ કારણે તે લોર્ડ્સમાં રમાયેલી બીજી ટેસ્ટમાં રમ્યો નહોતો. રિપોર્ટ અનુસાર, હવે તે સંપૂર્ણ રીતે ફિટ છે અને ત્રીજી ટેસ્ટમાં પ્લેઈંગ ઈલેવનનો ભાગ હશે.
સૌથી મોટી વાત એ છે કે ઇંગ્લેન્ડ એ પોતાની બોલિંગ યુનિટ વધુ મજબૂત બનાવવા માટે ખેલાડીઓમાં બદલાવ કરવામાં આવ્યો છે ત્યારે આ ટેસ્ટ જો ઇંગ્લેન્ડ હારે તો એસીઝ પણ તેઓ હારી જશે કારણ કે અત્યાર સુધીમાં રમાયેલી બંને ટેસ્ટ મેચ ઇંગ્લેન્ડ હારી ચૂકી છે.