પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા આજથી મંદિરના પરિસરમાં યોજાતો “3D લાઈટ એન્ડ સાઉન્ડ શો” ચોમાસા દરમ્યાન બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જે સોમનાથ મંદિરના ભવ્ય ઇતિહાસને ઉજાગર કરતો લાઈટ એન્ડ સાઉન્ડ શો ભક્તોમાં ખૂબ જ લોકપ્રિય છે. ત્યારે સોમનાથ મહાદેવના દર્શને આવતા દેશવિદેશના યાત્રીઓ સમક્ષ શ્રીસોમનાથ તીર્થના ગૌરવને ઉજાગર કરતો 3D લાઈટ એન્ડ સાઉન્ડ શો ચોમાસાના વિરામ બાદ પુનઃ યાત્રીઓ માટે શરૂ કરવામાં આવી રહ્યો છે.

WhatsApp Image 2024 10 24 at 13.30.44 5c6f7061

જેમાં આવનાર ભક્તો સોમનાથ તીર્થના ઇતિહાસથી માહિતગાર થાય, કઈ રીતે ચંદ્રદેવના તપથી ભગવાન સોમનાથ આ ભૂમિ પર પધાર્યા, કઈ રીતે ભગવાન શ્રીકૃષ્ણ એ પોતાની અંતિમ લીલા દર્શાવી નિજધામ ગમન કર્યું. કઈ રીતે આ તીર્થ પ્રભાસ કેહવાયું. શું છે ધાર્મિક કથા? આ તમામ બાબતોને આધુનિક 3D ટેકનોલોજી ના ઉપયોગથી આવનાર યાત્રિકો માહિતગાર થાય તે માટે લાઇટ એન્ડ સાઉન્ડ શો નું નિર્માણ કરવામાં આવ્યું છે. જે શો આવનાર યાત્રીઓમાં પ્રસિદ્ધ છે. આ શો ચોમાસા દરમિયાન પ્રતિવર્ષ બંધ રહેતો હોય છે. પણ દિપાવલી પુર્વે પુનઃ આ શો યાત્રીઓ માટે શરૂ કરવામાં આવતો હોય છે.

WhatsApp Image 2024 10 24 at 13.30.44 544449fe

ચોમાસાની સીઝન પૂર્ણ થતા શ્રી સોમનાથ મંદિર ખાતે તા.25 ઓકટોબર થી લાઈટ એન્ડ સાઉન્ડ શો પ્રારંભ થશે.. શો નો સમય સાયં આરતી બાદ સાંજે 7-45 વાગ્યાનો રહેશે. શનિવાર તથા રવિવાર તહેવારોના દિવસોમાં યાત્રી પ્રવાહને ધ્યાને લઇ બે શો યોજવામાં આવશે. જેની સર્વે યાત્રીઓએ નોંધ લેવી. આ સાથે જ શોની ટિકિટ મંદિર પરિસરના બહાર ડિજિટલ કેશલેસ કાઉન્ટર પર સાંજે 6:00 વાગ્યાથી તેમજ મંદિર પરિસરમાં સાહિત્ય કાઉન્ટર નજીક અલાયદા ટિકિટ કાઉન્ટર પરથી સાંજે 6:30 વાગ્યાથી મળશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.