અમદાવાદ અને મહેસાણામાં એક-એક દર્દીને કોરોના ભરખી ગયો: એકિટવ કેસ ર હજારની નજીક

ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ફરી કોરોનાનું સંક્રમણ વઘ્યું છે બુધવારે સૌરાષ્ટ્ર-કચ્છમાં 49 વ્યકિત રાજયમાં નવા 397 કેસ નોંધાયા હતા. અમદાવાદ અને મહેસાણામાં બે દર્દીઓના કોરોનાથી મોત નિપજયા હતા. રાજયમાં કોવિંડના એકિટવ કેસનો આંક બે હજારની નજીક પહોંચી ગયો છે. હાલ 1992 એકિટવ કેસ છે ચાર દર્દીઓ વેન્જ્ઞીલેટર પર છે.

બુધવારે રાજયમાં કોરોનાના નવા 397 કેસ નોંધાય હતા અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં 137 કેસ, મહેસાણામાં 46 કેસ, વડોદરા કોર્પોરેશનમાં 27 કેસ, સુરત કોર્પોરેશનમાં ર6 કેસ, વલસાડમાં ર0 કેસ, મોરબીમાં 16 કેસ, સાબરકાંઠામાં 16 કેસ, સુરતમાં 1પ કેસ, રાજકોટ કોર્પોરેશનમાં 11 કેસ, વડોદરામાં 11 કેસ, આણંદમાં 9 કેસ, બનાસકાંઠામાં 6 કેસ, ગાંધીનગર કોર્પોરેશનમાં પાંચ કેસ, પાટણમાં પ કેસ, નવસારીમાં 4 કેસ, ભાવનગર કોર્પોરેશન, દાહોદ, પંચમહાલમાં 3-3 કેસ, અમદાવાદ, ગાંધીનગર, જામનગર કોર્પોરેશન, પોરબંદર, રાજકોટ જીલ્લા અને સુરેન્દ્રનગર જીલ્લામાં નવા બબ્બે કેસ નોંધાયા હતા. જયારે  ભાવનગર, ગીર સોમનાથ ખેડા, કચ્છ, મહિસાગર જિલ્લામાં નવા એક-એક કેસ નોંધાયા હતા. અમદાવાદ કોર્પોરેશન અને મહેસાણામાં એક-એક દર્દીનું મોત નિપજયા છે.

ગઇકાલે 350 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. રાજયમાં અત્યાર સુધીમાં કોરોના 12,72,830 વ્યકિતઓ મ્હાત આપી ચૂકયા છે. જયારે 11065 લોકોના મોત નિપજયા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.