ઈરાકના મોસુલમાં લાપતા થયેલાં 39 ભારતીયોના મુદ્દે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે નિવેદન આપ્યું છે કે તે તમામ લોકો માર્યાં ગયા છે. સુષ્મા સ્વરાજે મંગળવારે રાજ્યસભામાં નિવેદન આપ્યું છે. સુષ્મા સ્વરાજે જણાવ્યું કે તમામ ભારતીયોને ISISએ મારી નાંખ્યા છે, જે બાદ તેમના મૃતદેહોને બગદાદ મોકલવામાં આવ્યા હતા. અમે DNA સેમ્પલની મદદથી મૃતદેહોની તપાસ કરાવી છે.
મોસુલમાં તમામ 39 ભારતીય બંધકો માર્યા ગયાં
મંગળવારે રાજ્યસભામાં નિવેદન આપતાં વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે કહ્યું કે, “ઈરાકના મોસુલમાં તમામ 39 ભારતીય બંધકો માર્યા ગયા છે. જે હરજીત મસીહની વાર્તા હતી, તે સત્ય નથી.”
સુષ્માએ વધુમાં કહ્યું કે, “જે 39 શબ મળ્યાં છે, તેમાંથી 38ના DNA મેચ કરાવવામાં આવ્યાં છે અને 39મા મૃતદેહની તપાસ ચાલી રહી છે.”વિદેશ મંત્રીએ ગૃહમાં કહ્યું કે, “અમે પહાડોને ખોદીને શબોને કાઢ્યા હતા. જનરલ વી.કે.સિંહ ત્યાં ગયા અને પુરાવાઓ શોધવામાં મહેનત કરી. સૌથી પહેલાં સંદીપ નામના શખ્સનો DNA મેચ કરાયો હતો.”
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,