જામનગર જિલ્લામાં પોલીસે જુગાર સંબંધીત છ દરોડામાં 39 શખ્સોને પકડી પાડયા છે. પોલીસે આ તમામ શખ્સોના કબ્જામાંથી રોકડ કબ્જે કરી જુગાર ધારા હેઠળ કાર્યવાહી કરી હતી. જામજોધપુર તાલુકાના શેઠવડાળા ગામે સ્થાનિક પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા ફારૂકભાઇ દલ, નથુભાઇ ધ્રાગીયા, ભુપતભાઇ પાટડીયા, યુનુશભાઇ રાવકરડા, અકબરભાઇ રાવકરડા, સવજીભાઇ વાઘેલા, વલ્લભભાઇ પાટડીયા, કેતનભાઇ પરમાર, વિપુલભાઇ પરમાર સહિતના શખ્સોને પોલીસે રૂા.11,420ની રોકડ સાથે પકડી પાડયા છે.
જયારે કાલાવડ તાલુકાના મકાજી મેઘપર ગામે પોલીસે જુગાર રમી રહેલા ભરતભાઇ પરમાર, રમેશભાઇ બોખાણી, મહેશભાઇ બોખાણી, વીનુભાઇ પરમાર, લાલજીભાઇ વાઘેલા વગેરે શખ્સોને રૂા.13,860ની રોકડ સાથે પકડી પાડયા હતા. જયારે જામનગરમાં અંધાશ્રમ બોમ્બે દવાબજાર કોલોની ખાતે જુગાર રમી રહેલા નરોતમભાઇ મકવાણા, મનસુખભાઇ પરમાર, ખેરાભાઇ હાથીયા, અજયભાઇ ધવનૈ, સુનીલભાઇ પવાર, જમનભાઇ ગોહીલ, નીતીનભાઇ પરમાર, રાહુલભાઇ પાટીલ વગેરે શખ્સોને રૂા.17,200ની રોકડ સાથે પકડી પાડયા હતા.
જયારે શંકર ટેકરી વિસ્તારમાં પોલીસે દરોડો પાડી મનીષભાઇ વાઘેલા, કનૈયાલાલ ગંગાઝળીયા, રવીભાઈ પિપરીયા સહિતના શખ્સોને રૂા.10,080ની રોકડ સાથે પકડી પાડયા છે.
જયારે કાલાવડ પોલીસે મુરીલા ગામથી ધાણીદાર તરફ જતા માર્ગ પર દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા યુનુશભાઇ ચૌહાણ, અશોકભાઇ ભટ્ટ, ફીરોઝભાઇ ભટ્ટી, મજીદભાઇ જોબણ, રાકેશભાઇ ધારેવાડીયા સહિતના શખ્સોને રૂા.34,420ની રોકડ સાથે પકડી પાડયા હતા. જયારે મેઘપર પોલીસે સિક્કા પાટીયા પાસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા બહાદુર સોલંકી, મુબારકભાઇ બારોયા, ધીરુભાઇ દુધરેજા, દિપીલભાઇ રાઠોડ શખ્સોને રૂા.2,650ની રોકડ સાથે આંતરી લીધા હતા.