છ વર્ષ પૂર્ણ થયેલ બાળકના વાલીઓ ફોર્મ ભરી શકશે: આ કાર્યક્રમ તા. રર સુધી ચાલુ રહેશે: નિયમ જરુરી આધારો અપલોડ કરીને વાલીઓ ઓનલાઇન ફોર્મ ભરી શકશે: અત્યાર સુધીમાં 2482 ફોર્મ ભરાયા
આર.ટી.ઇ. રાજકોટ શહેર ધો. 1 પ્રવેશ પ્રક્રિયા માટેનો
હેલ્પલાઇન નંબર 0281 – 2226784
રાઇટ ટુ એજયુકેશન અંતર્ગત છ વર્ષ પૂર્ણ થયા હોય તેવા સંતાનોના વાલીઓ ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભરીને મફત શિક્ષણનો લાભ લઇ શકે તેવી સરકારી યોજના માટે પ્રવેશ કાર્યવાહી સમગૅ રાજયમાં તા.10 એપ્રિલથી શરુ કરવામાં આવેલ છે. નવા શૈક્ષણીક સત્ર 2023-24 જે જુનથી શરુ થનાર છે તેમાં ધો.1 માં પ્રવેશ માટે આ પ્રક્રિયા તા.રર એપ્રીલ સુધી ચાલુ રહેશે. રાજકોટ મહાનગરપાલિકાની હદમાં આવતી કુલ પર1 પ્રાથમિક શાળામાંં અંદાજે 3800 બાળકોને પ્રવેશ અપાશે. નવી શિક્ષણ નીતી અનુસાર જે બાળકને છ વર્ષ પૂર્ણ થયા હશે તે જ ધો.1 માં પ્રવેશ પાત્ર ગણાશે.
ગત મંગળવારથી શરુ થયેલી આ ઓનલાઇન ફોર્મ ભરવાની પ્રક્રિયામાં અત્યાર સુધી 2482 ફોર્મ ભરાયા છે. આ પ્રવેશ પ્રક્રિયાની કામગીરીમાં નગર પ્રાથમિક શિક્ષણ સમીતીના શાસનાધિકારી કિરીટસિંહ પરમારના માર્ગદર્શન તમે આચાર્ય કેડર સહિતના 3પ થી વધુ સ્ટાફ કાર્યવાહી સંભાળી રહ્યા છે.
ઓનલાઇન ફોર્મ ભરતી વખતે ખાસ જે જરુરી આધારો જોડવાના છે તેમાં વાલીઓએ તકેદારી રાખવી જરુરી છે. અધુરી વિગતો વાળા ફોર્મ રદ થવાની સંભાવના વધી જતી હોવાથી ઓનલાઇન ફોર્મ ભરતી વખતે ઘ્યાન રાખવું, આધારોમાં બેંકની વિગતો, વાલી બાળકનું આધાર કાર્ડ, રહેઠાણનો પુરાવો, વાલીનું જાતી પ્રમાણ પત્ર, બાળકના જન્મનું પ્રમાણપત્ર, તાજેતરનો પડાવેલો ફોટો, વાલીના આવકનું પત્રક:, બી.પી.એલ. ની વિગતો, અનાથ બાળક કે શહિદ થયેલા જવાનનું સંતાન હોય તો તેની વિગતો, સી.પી. ચાલઈડ કે એ.આર.ટી. દવા ચાલુ હોય તેવા બાળકો જેવા વિવિધ આધારો અપલોડ કરવાના રહેશે. એક દિકરીવાળા માટે ખાસ જોગવાઇ હોવાથી તેવા વાલીઓએ આ આધાર અવશ્ય જોડવા જરુરી છે. પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ જાહેર કરવાની અંદાજીત તારીખ 3 મે 2023 જાહેશ કરાયેલ છે.
ઓનલાઇન ફોર્મ ભરતી વખતે કેટેગરી વાઇઝ માંગેલા આધારોને જરુરી વિગતો બેંક વિગતો ખુબ જ કાળજી પૂર્વક ભરવાની ચિવટ રાખવી જરુરી છે. ઓનલાઇન,માં જે જે આધારો આપની પ્રવેશ કેટેગરીવાઇઝ માંગેલ છે. તે ભરવામાં કાળજી લેવી. આ પ્રવેશ પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શક સીસ્ટમથી ચાલે છે. ત્યારે આપના પ્રવેશ પાત્ર બાળકની સંપૂર્ણ વિગત, શાળા પસંદગી નિરાંતે ચકાસને ભરવા જણાવાયું છે.