કસ્તુરી રેસીડેન્સીમાં થતી પાણી ચોરીની પ્રવૃતિ પર ધોંસ બોલાવતી મહાપાલિકા: પાણી ચોરી ન કરવા મ્યુનિ.કમિશનરનો અનુરોધ
વોર્ડ નં.૧૧માં આવેલી કસ્તુરી રેસીડેન્સીમાં થતી પાણી ચોરીની પ્રવૃતિ પર મહાપાલિકાએ ધોંસ બોલાવીને ૩૮ ગેરકાયદે નળ કનેકશન અને ડાયરેકટ પમ્પીંગના ૫ જોડાણ કપાત કર્યા છે. પાણી ચોરીની સામે થયેલી આકરી કાર્યવાહી બાદ મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાનીએ પાણી ચોરી ન કરવા અનુરોધ કર્યો છે.
રાજકોટ શહેરમાં પાણી ચોરીની પ્રવૃત્તિ અટકાવવા રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર બંછાનિધિ પાનીની સૂચના અનુસાર ગેરકાયદેસર નળ કનેક્શન ધરાવતા અને ડાયરેક્ટ પમ્પીંગ કરતા આસામીઓને ત્યાં વોટર વર્કસ શાખા દ્વારા કરવામાં આવી રહેલા ચેકિંગ અંતર્ગત શહેરના વેસ્ટ ઝોનમાં વોર્ડ નં. ૧૧ માં આવેલ કસ્તુરી રેસીડેન્સીમાં ૩૮ ગેરકાયદેસર નળ કનેક્શન અને ડાયરેક્ટ પમ્પીંગના પાંચ કિસ્સામાં નળ જોડાણ કપાત કરવામાં આવેલ છે.
અહી એ ખાસ ઉલ્લેખ કરવો રહયો કે, વેસ્ટ ઝોનમાં વોર્ડ નં. ૧૧ માં વોટર વર્કસ શાખાએ હાથ ધરેલા સર્વેમાં કસ્તુરી રેસીડેન્સીમાં ગેરકાયદે નળ જોડાણ અને ડાઈરેક્ટ પમ્પિંગના કિસ્સા ધ્યાનમાં આવ્યા હતાં. જેના પરિણામે સંબંધિત આસામિઓને નોટીસ આપી નળ જોડાણ રેગ્યુલરાઈઝ કરાવી લેવા સૂચના આપવામાં આવી હતી.
જોકે આ નોટીસ બાદ પણ આ આસામીઓએ જરૂરી કાર્યવાહી નહી કરતા ગઈકાલે નળ જોડાણ કાપી નાંખવામાં આવ્યા હતાં. આ તકે મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ એમ જણાવ્યું હતું કે, ગેરકાયદે નળ જોડાણ મેળવવાની કે ડાઈરેક્ટ પમ્પિંગ થકી પાણી ચોરી કરવા જેવી અનાધિકૃત પ્રવૃત્તિથી લોકો દૂર રહે.
કસ્તુકરી રેસીડેન્સીી વિસ્તાહરમાં ગેરકાયદેસર નળ કનેકશન કપાત કરવા માટે વોર્ડનાં નાયબ કાર્યપાલક ઇજનેર એમ.બી.ગાવીત, આસી.એન્જીમ.જયેશ ગોહિલ, આનંદરાજ સોલંકી તથા વિજયભાઇ ગોહિલ, ફીટર હરેશભાઇ ચાંચીયા, વોર્ડ નં.-૧રનાં ફીટર હિમાંશુભાઇ સરવૈયા, વર્ક-આસી. નિરવભાઇ હિરાણી વિગેરે તથા વિજીલન્સરનાં સ્ટોફને સાથે રાખી કામગીરી કરવામાં આવેલ.