બાપા સીતારામ ચોકથી વિશ્વેશ્વર મહાદેવ મંદિર સુધીના રોડ પર ટીપી શાખાનો ઓપરેશન ઓટલા તોડ

શહેરના મુખ્ય 48 રાજમાર્ગો પર ટ્રાફીકની સમસ્યા હલ કરાવવા અને પાર્કિંગની સમસ્યા ઉકેલવા માટે કોર્પોરેશન દ્વારા એક્શન પ્લાન ઘડી કાઢવામાં આવ્યો છે. જે અંતર્ગત દર મંગળવારે શહેરના કોઇ એક મુખ્ય માર્ગ પર વન વીક, વન રોડ ઝુંબેશ અંતર્ગત ઓપરેશન ઓટલા તોડ હાથ ધરવામાં આવે છે.

આજે શહેરના વેસ્ટ ઝોન વિસ્તારમાં મવડી મેઇન રોડ પર બાપાસીતારામ ચોકથી વિશ્ર્વેશ્ર્વર મહાદેવ મંદિર સુધીના વિસ્તારમાં માર્જીન અને પાર્કિંગમાં 38 સ્થળોએ ખડકાયેલા ઓટલા, છાપરા સહિતના દબાણો દૂર કરવામાં આવ્યા હતાં અને 239 ચો.મીટર જગ્યા ખૂલ્લી કરાવવામાં આવી હતી.

આજે હાથ ધરવામાં આવેલા ડિમોલીશનમાં સરદાર ટાયર, વાય.કે. ક્રિએશન, બજરંગ ઓટો સર્વિસ, વેડ મેન ઇક્વીપેસીસ, જે.કે. ઓઇલ, ન્યૂ શ્રીજી આઇસ્ક્રીમ, જેપી સોડાવાલા, લૂક સલૂન, માધવ ટ્રેડર્સ, તૈય્યબી ગ્લાસ, મોમાઇ પાન, લેટેસ્ટ મોબાઇલ, નેન્શી બ્યૂટી શોપ, પી પટેલ એજન્સી, શિવ ઓટો મોબાઇલ, મહાદેવ સાયકલ, જ્યોતિ ફરસાણ, મોમાઇ પાન, ગીરીરાજ વાસણ, ગીતા સિલેક્શન, શિવ શક્તિ સ્ટેશનરી, શિવશક્તિ કિરાણા ભંડાર, યુનિક હબ, સ્ટાર સિનર્જી હોસ્પિટલ, બ્રહ્માણી સિલેક્શન, સાંઇ કૃપા સિલેક્શન, હીર ફેશન, ભાટીયા સીલેક્શન, વિનાયક ફેશન, શિવશક્તિ વાસણ ભંડાર, શ્રીજ સારીઝ, ખોડિયાર ગારમેન્ટ, મિહિર જનરલ સ્ટોર, જય સોમનાથ ઇલેક્ટ્રીક, સાગર ઓટો, ભારત પ્લાસ્ટીક અને ખોડિયાર ચા સહિત કુલ 38 સ્થળોએ પાર્કિંગની જગ્યામાં ખડકાયેલા દબાણો જ્યારે માર્જીનની જગ્યામાં ઉભા કરવામાં આવેલા છાપરાઓ તોડી પાડવામાં આવ્યા હતાં.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.