- બ્રાઝિલમાં બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો
- અકસ્માત માં 38ના મો*ત અને 23 ઘાયલ
- બસનું ટાયર ફાટયા બાદ ડ્રાઈવરે બસ પરનો કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત
આજકાલ અવાર નવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે, ત્યારે ફરી એકવાર બ્રાઝિલમાં બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ દરમિયાન 38 લોકોના મો*ત થયા હતા અને 23 લોકો ઘાયલ થયા હતા. તેમજ બસનું ટાયર ફાટયા બાદ ડ્રાઈવરે બસ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો.
દક્ષિણ-પૂર્વ બ્રાઝિલના મિનાસ ગેરાઈસ રાજ્યમાં આજે વહેલી સવારે બસ અને ટ્રકની ટક્કરમાં 37 લોકોના મો*ત થયા હતા. તેમજ અધિકારીઓએ આ માહિતી આપી હતી. ઘટનાસ્થળે પહોંચેલા સ્થાનિક અગ્નિશમન વિભાગે જણાવ્યું હતું કે આ દુર્ઘટનામાં ઘણા લોકો ઘાયલ થયા છે અને તેઓને ટીઓફિલો ઓટ્ટોની શહેરની નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ફાયર વિભાગે જણાવ્યું કે બસ સાઓ પાઉલોથી નીકળી હતી અને તેમાં 45 મુસાફરો હતા. તેમજ અધિકારીઓએ જણાવ્યું કે ટાયર ફાટવાને કારણે બસ કાબૂ બહાર ગઈ અને ટ્રક સાથે અથડાઈ. ફાયર વિભાગના લેફ્ટનન્ટ એલોન્સોએ જણાવ્યું કે રેસ્ક્યુ ટીમના જવાનો અકસ્માત સ્થળે હાજર છે અને રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. તેમજ તેમણે કહ્યું કે હજુ ઘણા પીડિતોને બચાવવાના બાકી છે.
અકસ્માતનું કારણઃ બસનું ટાયર ફાટ્યું
આસપાસના લોકોએ જણાવ્યું કે બસનું ટાયર ફાટવાને કારણે ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો અને બસ ટ્રક સાથે અથડાઈ હતી. જ્યારે, કેટલાક લોકોએ કહ્યું કે એક મોટો પથ્થર (ગ્રેનાઈટ બ્લોક) બસ સાથે અથડાયો છે. અકસ્માતના ચોક્કસ કારણોની તપાસ કરવામાં આવી રહી છે.
આ દરમિયાન પ્રશાસને કહ્યું કે આ દુર્ઘટના ક્રિસમસ પહેલા થઈ છે, જે ખૂબ જ દુઃખદ છે. અમે અસરગ્રસ્ત પરિવારોને શક્ય તમામ મદદ આપવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.
38 લોકોના દર્દનાક મો*ત
આગમાં સળગી રહેલા મુસાફરોની ચીસોના અવાજો આવવા લાગ્યા. બસ રોડ પર ઘસડાઈ રહી હતી ત્યારે એક કાર પણ બસ સાથે અથડાતાં તેનો પણ કચરઘાણ નીકળી ગયો હતો. અકસ્માત જોઈને ત્યાંથી પસાર થતા લોકો પણ બૂમો પાડવા લાગ્યા હતા. પોલીસને બોલાવીને જાણ કરવામાં આવી હતી. લોકોએ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું, પરંતુ આગની લપેટોમાં કોઈ લોકોને બચાવવાની હિંમત કરી શક્યું નહીં. માત્ર 3 લોકોને જ સુરક્ષિત રીતે ઉતારી શકાયા હતા. બસમાં લાગેલી આગનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.