અબતક, રાજકોટ
અમદાવાદ વર્ષ 2008 સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં નામદાર કોર્ટે દાખલા રૂપ સજા ફટકારી 38 આરોપીઓને ફાંસીની સજા અને 11 આરોપીઓને આજીવન કેદની સજા સંભળાવી છે તે ચુકાદાને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે આવકાર્યો. આરોપીઓને સજા અપાવવા ગુજરાત પોલીસે જે કામગીરી કરી છે તે બદલ અભિનંદન પાઠવ્યા. આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને તે સમયના ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને તે સમયના રાજ્યના ગૃહમંત્રી અમિતભાઇ શાહે ગુજરાત પોલીસને આરોપીઓને સજા સુઘી પહોંચાડવા તમામ મદદ કરી હતી.
અલગ અલગ રાજ્યોમાં છુપાયેલા આરોપીઓને જેલના સળીયા પાછળ ધકેલવામાં ગુજરાત પોલીસે ઘણી મહેનત કરી અને ઝીણવટભરી તપાસ કરી આઝામગઢ જેવા વિસ્તારમાં આપણી ગુજરાત પોલીસ જઇ આરોપીઓને ઝડપી લીધા અને સાક્ષીઓએ ખુબ હિંમ્મત પુર્વક કોર્ટમાં નિવેદન આપ્યું છે. તેથી આરોપીઓને સ્પેશિયલ કોર્ટ દેશના ઇતિહાસમાં પહેલી વખત આજે એક સાથે 38 આરોપીઓને ફાંસીની સજાનો ચૂકાદો આપ્યો છે જે બદલ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને ગૃહમંત્રી અમિતભાઇ શાહને અભિનંદન પાઠવ્યા હતા.