અબતક, રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વાવડી વિસ્તારમાં હાથ ધરવામાં આવેલા કુલ રૂ.9.40 કરોડના વિકાસ કામોનું રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના મંત્રી વિનોદભાઈ મોરડીયાના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર ડો.પ્રદિપ ડવ ઉપસ્થિત રહયા હતા. આ પ્રસંગે રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરીયા, ગુજરાત મ્યુનિ. ફાઈનાન્સ બોર્ડ ચેરમેન ડો.ધનસુખભાઈ ભંડેરી, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, ડે. મેયર ડો. દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, શાસક પક્ષ દંડક સુરેન્દ્રસિંહ વાળા, બાંધકામ સમિતિ ચેરમેન કેતનભાઈ પટેલ,વાઇસ ચેરમેન બીપીનભાઈ બેરા, ડેપ્યુટી કમિશનરો આશિષ કુમાર, ચેતન નંદાણી, એ. આર.સિંહ, મ્યુનિસિપલ સેક્રેટરી ડો.એચ. પી. રૂપારેલીઆ.
આ કાર્યક્રમમાં સિટી એન્જી. કે. એસ. ગોહેલ, બી.ડી.જીવાણી, આસી. કમિશનર એચ. કે. કગથરા, એચ.આર. પટેલ, પર્યાવરણ ઈજનેર નિલેશ પરમાર,પી.એ.ટુ કમિશનર એન.કે.રામાનુજ, ડાયરેકટર પાર્ક્સ એન્ડ ગાર્ડન્સ એલ.જે.ચૌહાણ, આસિ.મેનેજર અમિત ચોલેરા વોર્ડ નં.12ના કોર્પોરેટરો મગનભાઈ સોરઠીયા, શ્રીમતી મિતલબેન લાઠીયા અને શ્રીમતી અસ્મિતાબેન દેલવાડિયા, વોર્ડ પ્રમુખ રસિકભાઈ કાવઠીયા તથા મહામંત્રી દશરથસિંહ જાડેજા, મનસુખભાઇ વેકરીયા,શહેર ભાજપ વ્યાપાર સેલ ક્ધવીનર નરશીભાઈ કાકડિયા તથા યોગરાજસિંહ જાડેજા, ધર્મેશભાઈ ડોડીયા, કિરણબેન હરસોડા, કંચનબેન સિદ્ધપુરા, વોર્ડના આગેવાનો તેમજ જુદા જુદા ઔદ્યોગિક એસોસીએશનોના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.
મંત્રી વિનોદભાઈ મોરડીયાએ કહ્યું હતું કે, સૌરાષ્ટ્રની રાજધાની સમું રાજકોટ શહેર ખુબ જ ઝડપથી વિકસી રહયું છે. રાજ્ય સરકારમાં મંત્રી બન્યા બાદ મારો પ્રથમ પ્રવાસ રાજકોટમાં વિકાસ કામોના ખાતમુહૂર્ત કરવા માટે આયોજિત થયો તેનો મને ખુબ આનંદ છે. ભાજપની સરકાર રાજ્યના નાના માં નાના અને છેવાડાના માનવીને પણ મૂળભૂત પ્રાથમિક સુવિધાઓ મળી રહે તેની સતતપણે ચિંતા કરી રહી છે. પૈસાના વાંકે રાજ્યમાં કોઈ વિકાસ કામો અટકશે નહીં. સરકાર વિકાસ પ્રક્રિયાને આગળ ધપાવવા માટે ખુબ જ સક્રિય છે અને લોકોને સ્પર્શતા વિકાસ કામોની ફાઈલો નિર્ણય અર્થે તંત્ર રજુ કરે તે ફાઈલોને સરકાર તાત્કાલિકપણે મંજુર કરશે. વિકાસમાં લોકોની અપેક્ષાઓ પરિપૂર્ણ થઇ રહી છે એટલે જ રાજ્યમાં લાંબા સમયથી ભાજપની સરકારનું શાસન રહયું છે.
રાજકોટ રંગીલું શહેર તરીકે જાણીતું છે. આ શહેર તમામ ક્ષેત્રે ખુબ ઝડપભેર પ્રગતિ કરી રહ્યું છે. રાજકોટના વિકાસમાં ઉદ્યોગોનું પણ મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે ત્યારે ઉદ્યોગોની જરૂરિયાત મુજબના વિકાસ કામો પણ થાય તે ખુબ જ જરૂરી છે અને ઉદ્યોગોનો તે અધિકાર પણ છે. ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના કાર્યકાળમાં અનેક ટીપી સ્કીમ મંજુર થઇ છે અને તેમાં રાજકોટના વિકાસને આગળ ધપાવનાર ટીપી સ્કીમોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, રાજ્ય સરકાર દ્વારા રાજકોટને એઈમ્સ, ઇન્ટરનેશનલ એરપોર્ટ સહિતના અનેક પ્રોજેક્ટ્સની ભેટ પણ મળી છે. દેશના માન. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર આગામી દિવસોમાં પણ વધુ ને વધુ તાકાતથી રાજ્યના તમામ ક્ષેત્રોને આવરી લેતી વિકાસ પ્રક્રિયાને આગળ ધપાવવા કટિબદ્ધ છે.
આ પ્રસંગે મેયર ડો. પ્રદિપ ડવે ં જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં અને વિદેશમાં પણ જેમની કીર્તિ પ્રસરેલી છે તેવા ઉદ્યોગોના હબ સમા રાજકોટમાં વાવડી વિસ્તારના ઇન્ડસ્ટ્રીયલ એરિયા તથા અન્ય વિસ્તારોને પણ આવરી લેતા જુદાજુદા પાંચ મુખ્ય માર્ગોના વિકાસ કામોનું ખાતમુહૂર્ત થઇ રહ્યું ત્યારે રાજકોટ મહાનગરપાલિકા શહેરના તમામ ક્ષેત્રોને આવરી લે તે મુજબનો શહેરનો સર્વાંગી વિકાસ થાય તેના પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની ગત મીટિંગમાં પણ વાવડી વિસ્તારના વિવિધ વિકાસ કામો મંજુર કરવામાં આવ્યા હતા. આ વિસ્તાર ખુબ જ ઝડપથી વિકસી રહ્યો છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકા પણ શહેરના સમતોલ વિકાસ ભણી આગેકૂચ કરી રહી છે.
વાવડી વિસ્તાર રાજકોટનું અને સૌરાષ્ટ્ર પ્રદેશનું વિકાસ એન્જીન બની રહ્યું છે.
વોર્ડ નં.12ના કોર્પોરેટર, વોર્ડ નં. 12ની ભાજપની ટીમ તેમજ વાવડી ઇન્ડસ્ટ્રીયલ ઝોન એસોસિએશનના પ્રમુખ હસુભાઈ સોરઠીયા, ઉપપ્રમુખ દિનેશભાઈ, મંત્રી ધર્મેશભાઈ વાડોદરીયા તથા હોદેદારોએ, તેમજ શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ એસો.ના પ્રમુખ કિશોરભાઈ ટીલાળા તથા ટીમ, હડમતાળા ઇન્ડસ્ટ્રીયલ એસો.ના રમેશભાઈ અને પ્રવિણભાઈ, તિરૂપતી ઇન્ડસ્ટ્રીઝ એસો., લઘુ ઉદ્યોગ ભારતી પ્રમુખ જયભાઈ માવાણી,લોઠડા પડવલા એસો.ના પ્રમુખ જયંતિભાઈ સરધારા, ફાલ્કન ગ્રુપના ધીરૂભાઈ સુવાગીયા અને કમલભાઈ એન. સોજીત્રા, કિચ ગ્રુપના ચીનુભાઈ હપાણી, પ્રશાંત કાસ્ટિંગના શંભુભાઈ પરસાણા, ક્રિષ્ના પાર્કના સુરેશભાઈ કણસાગરા, સુપર પોલીકાસ્ટ પ્રા.લિ.ના શૈલેષભાઈ, રોલેક્ષ રિંગ લિ.ના મનીષભાઈ, વાવડીના વનરાજસિંહ જાડેજા, વાવડી ઇન્ડસ્ટ્રીઝ એસો.ના કારોબારી સભ્યો વિ. દ્વારા રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના મંત્રી વિનોદભાઈ મોરડીયા નું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું.
રોડ રસ્તાની અમારી માંગ મેયરે પૂરી કરી: હસુભાઇ સોરઠીયા (વાવડી ઇન્ડસ્ટ્રીયલ એસો.)
‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન વાવડી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ હસુભાઇ સોરઠીયાએ જણાવ્યું હતું કે, વાવડી વિસ્તારમાં 1500 થી વધુ નાના મોટા કારખાના આવેલ છે. અમારે પહેલા વેરાનો પ્રશ્ર્ન હતો. તે મહાપાલિકા દ્વારા સોલ્વ કરવામાં આવ્યો છે. અમારી ઘણા સમયથી વિસ્તારમાં રોડ રસ્તાની માંગ હતી. અમારે ત્યાં ખુબ જ રસ્તા ખરાબ હતા. અવર જવર કરવામાં ખુબ જ સમસ્યા હતી. અમારી રજુઆતને નવનિયુકત મેયર ડો. પ્રદિપ ડવ તથા પદાધિકારીઓની મદદથી હવે અમારા વિસ્તારમાં રોડ રસ્તામાં પેવર બ્લોકનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું છે.
અગાઉ ભૂર્ગભ ગટરનો પ્રશ્ર્ન હતો. તે કામ હાલ ચાલુ જ છે. તે ટુંક સમયમાં પૂર્ણ થશે અને હવે કનેકશન આપવાનું શરુ થઇ ગયું છે. હજુ પાણી તથા સ્ટ્રીટલાઇટ નાખવાની બાકી, સફાઇ તો રેગ્યુલર કરવામાં આવે છે. અમારે ત્યાં કારખાના હોવાથી મજુરો વધુ રહેતા હોય તો એક અમારા વિસ્તારમાં આરોગ્ય કેન્દ્ર બને તો સરળતા રહે અમને આશા છે કે અમારા વિસ્તારમાં હજુ જે કામો બાકી છે તે વહેલી તકે શરુ થશે.