બુટલેગર ફરાર: પોલીસે વધુ તપાસ હાથ ધરી
ધ્રાગધ્રા શહેરી વિસ્તારમા રાત્રી થવાની સાથે જ દારુ તથા જુગારના અડ્ડાઓ ધમધમી ઉઠે છે તેવામા ધ્રાગધ્રા સીટીના સવેઁલ્યન સ્ટાફની સક્રિયતાના લીધે શહેરી વિસ્તારમા કેટલીક અસામાજીક પ્રવૃતિઓ પર ધીરે-ધીરે લગામ કસવામા પોલીસ સફળ રહી હોય તેમ દેખાઇ રહ્યુ છે ત્યારે ધ્રાગધ્રા શહેરમા ગઇકાલે રાત્રી દરમિયાન સવેઁલ્યન્સ સ્ટાફના ઇનચાજઁ ભરતભાઇ સીતાપરા, દશરથભાઇ રબારી, વિજયસિંહ ઝાલા સહિતનાઓ પેટ્રોલીંગમા હતા.
ત્યારે મોડીરાત્રીના સમયે મચ્છીમાકેઁટ પાસે એક એક્ટીવા ચાલક દારુના જથ્થાની ખેપ મારતો હોવાની બાતમીના આધારે વોચ ગોઠવી ઉભા હતા દરમિયાન એક સફેદ કલરનુ એક્ટીવા નંબર GJ૧૩અઈ૫૬૦૭ વાળુ નિકળતા પોલીસ સ્ટાફે તુરંત તેને રોકતા એક્ટીવા ચાલક પોલીસને જોઇને જ પોતાનુ એક્ટીવા મુકી નાશી છુટ્યો હતો.
જ્યારે પોલીસે એક્ટીવામા પડેલા સફેદ પ્લાટીકના કોથળામા જોતા અંદરથી બિયર નંગ ૭૦ કિમત રુપિયા ૭૦૦૦નો મળી આવ્યો હતો. પોલીસે એક્ટીવા તથા બીયર કબ્જે કરી ભાગી છુટેલ શખ્સ મનીષ ઉફેઁ નાનો લાલો અમુભાઇ ચૌહાણ વિરુધ્ધ પ્રોહીબીસન એક્ટની ફરીયાદ દાખલ કરી રાત્રીના અંધારાનો લાભ લઇ દારુની ખેપ મારતા બુટલેગરને ઝડપી પાડવાની કાયઁવાહી હાથ ધરી છે.