બાયડ બેઠક પરથી પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાને ટિકીટ, બેચરાજી, બાયડ, ધંધુકા, પેટલાદ અને દાહોદ બેઠકના વર્તમાન ધારાસભ્યોને ફરી ટિકીટ ન અપાય

ગુજરાત વિધાનસભાની આગામી ચુંટણીમાં બીજા તબકકામાં રાજયની જે 89 બેઠકો માટે મતદાન થવાનું છે. તેના માટે આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે. દરમિયાન કોંગ્રેસ દ્વારા ગઇકાલે સાંજે ઉમેદવારોના નામની અંતિમ યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં અલગ અલગ 37 બેઠકો માટે ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. પાંચ સિટીંગ ધારાસભ્યોની ટિકીટ પર કાતર ફેરવી દેવામાં આવી છે. રાજયના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાને બાયડ વિધાનસભા બેઠક પરથી ટિકીટ આપવામાં આવી છે. ટિકીટ કપાતાની સાથે જ પેટલાદના ધારાસભ્ય નિરંજનભાઇ પટેલે કોંગ્રેસ  સાથે છેડો ફાડી નાખ્યો છે.

કોંગ્રેસ દ્વારા બુધવારે સાંજે રાજયની 37  બેઠકો માટે ઉમેદવારોના નામની યાદી જાહેર કરી હતી. જેમાં પાલનપુર વિધાનસભા બેઠક પરથી મહેશભાઇ પટેલ, દિયોદર બેઠક પરથી શિવાભાઇ ભૂરિયા, કાંકરેજ બેઠક પરથી અમૃતભાઇ ઠાકોર, ઉંઝા બેઠક પરથી અરવિંદભાઇ પટેલ, વિસનગર બેઠક પરથી કીરીટભાઇ પટેલ, બેચરાજી બેઠક પરથી ભોયાજીભાઇ ઠાકોરને ટિકીટ આપવામાં આવી છે.

જયારે મહેસાણા બેઠક પરથી પી.કે. પટેલ, ભીલોડા બેઠક પરથી રાજુભાઇ પારઘી, બાયડ બેઠક પરથી મહેન્દ્રસિંહ શંકરસિંહ વાઘેલા, પ્રાંતિજ બેઠક પરથી બેરચરસિંહ રાઠોડ, દહેગામ બેઠક પરથી વખતસિંહ ચૌહાણ, ગાંધીનગર ઉત્તર બેઠક પરથી વિરેન્દ્રસિંહ વાઘેલા, વિરમગામ બેઠક પરથી લાખાભાઇ ભરવાડ, સાણંદ બેઠક પરથી રમેશભાઇ કોળી,  નારણપુરા બેઠક પરથી સોનલબેન પટેલ, મણીનગર બેઠક પરથી સી.એમ. રાજપુત, આસરવા બેઠક પરથી  વિપુલભાઇ મકવાણાને કોંગ્રેસ દ્વારા ટિકીટ આપવામાં આવી છે.

જયારે ધોળકા બેઠક પરથી અશ્ર્વિનભાઇ રાઠોડ, ધંધુકા બેઠક પરથી હરપાલસિંહ ચુડાસમા, ખંભાત બેઠક પરથી ચિરાગ પટેલ, પેટલાદ બેઠક પરથી ડો. પ્રકાશ પરમાર, માતર બેઠક પરથી સંજયભાઇ પટેલ, મહેમદાવાર બેઠક પરથી જુવાનસિંહ ગડાભાઇ, થસરા બેઠક પરથી કાંતિભાઇ પરમાર, કપડવંજ બેઠક પરથી કલાભાઇ ડાભી, બાલા સિનોર બેઠક પરથી અજીતસિંહ ચૌહાણ, લુણાવાડા બેઠક પરથી ગુલાબસિંહ, સંતરામપુર બેઠક પરથી જેંડલભાઇ ડામોર શહેરી બેઠક પરથી ખાતુભાઇ પગી, ગોધરા બેઠક પરથી રશ્મીબેન ચૌહાણ, કલોલ બેઠક પરથી પ્રતાપસિંહ, હાલોલ બેઠક પરથી રાજેન્દ્ર પટેલ, દાહોદ બેઠક પરથી હર્ષદભાઇ નીનામા, સાવલી બેઠક પરથી કુલદિપસિંહ રાઉલ, વડોદરા સિટી બેઠક પરથી ગુણવંતરાય પરમાર, પાદરા બેઠક પરથી જશપાલસિંહ પઢીયાર અને કરજણ વિધાનસભા બેઠક પરથી પ્રિતેશભાઇ પટેલને ટિકીટ આપવામાં આવી છે.

ઉમેદવારોની અંતિમ યાદીમાં કોંગ્રેસે બેચરાજી બેઠકના ધારાસભ્ય ભરત ઠાકોર, બાયડના ધારાસભ્ય જશુભાઇ પટેલ, ધંધુકાના ધારાસભ્ય રાજેશભાઇ ગોહેલ, પેટલાદના ધારાસભ્ય નિરંજનભાઇ પટેલ અને દાહોદના ધારાસભ્ય વિજેસિંહ પોડાની ટિકીટ કોંપી નાખવામાં આવી છે.

  • નવ દિવસમાં કોંગ્રેસના ચોથા ધારાસભ્યએ ‘પંજા’ નો સાથ છોડયો
  • કોંગ્રેસે ટિકીટ પર કાતર ફેરવતા પેટલાદના ધારાસભ્ય નિરંજન પટેલનું કોંગ્રેસમાંથી

ગુજરાતમાં છેલ્લા ર7 વર્ષથી સત્તા વિહોણી કોંગ્રેસ થોડા ઘણા અંશે બેઠી થવાનો પ્રયાસ કરે છે. ત્યાં ફરી પડી ભાંગે છે છેલ્લા નવ દિવસમાં કોંગ્રેસના ચાર ધારાસભ્યોએ પંજાનો સાથ છોડી દીધો છે. જે પૈકી ત્રણે તો ભાજપનો કેસરિયો ખેસ ધારણ કરી લેતા તેને કળમનું મેન્ડેટ પણ ફાળવી દેવામાં આવ્યું છે. દરમિયાન ગઇકાલે કોંગ્રેસ દ્વારા ઉમેદવારોના નામની અંતિમ યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં બાકી રહેતી 37 બેઠકો માટે ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. પેટલાદ બેઠકના વર્તમાન ધારાસભ્ય નિરંજનભાઇ પટેલની ટિકીટ પર કાતર ફેરવી દેવામાં આવતા તેઓએ હાથનો સાથ છોડી દીધો છે. તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતરે તેવી સંભાવના પણ નકારી શકાતી નથી.

કેન્દ્રીય ચુંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભાની ચુંટણી માટે તારીખોનું એલાન કર્યા બાદ કોંગ્રેસની વિકેટો ધડાધડ ખડવા લાગી છે. છોટા ઉદેપુર બેઠક પરથી કોંગ્રેસના પ્રતિક પરથી છેલ્લી 10 ટર્મથી ચૂંટાય રહેલા મોહનસિંહ રાઠવાએ ગત 8મી નવેમ્બરના રોજ કોંગ્રેસના પ્રાથમિક સભ્ય અને ત્યારબાદ ધારાસભ્ય પદેથી રાજીનામુ આપી દીધું હતું અને ભાજપનો ખેસ ધારણ કરી લીધો હતો. ભાજપ દ્વારા તેઓના પુત્ર રાજુભાઇ રાઠવાને ટિકીટ પણ આપી દેવામાં આવી છે બીજા જ દિવસે અર્થાત 9મી નવેમ્બરના રોજ એક જ દિવસમાં કોંગ્રેસની બે વિકેટો ખડી હતી. ગીર સોમનાથ જીલ્લાના કોંગી ધારાસભ્ય અને આહીર સમાજના અગ્રણી ભગાભાઇ બારડે કોંગ્રેસ સાથે છેડો ફાડી નાખ્યો હતો અને ભાજપનો ખેસ ધારણ કરી લીધો હતો. જયારે તે દિવસે સાંજે જ ઝાલોદ વિધાનસભા બેઠકના કોંગી ધારાસભ્ય અને યુવા આદિવાસી નેતા ભાવેશ કટારાએ કોંગ્રેસ પક્ષમાંથી અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું હતું. અને ગણતરી કલાકોમાં ભાજપમાં જોડાય ગયા હતા તેઓને પણ ભાજપ દ્વારા વિધાનસભાની ટિકીટ આપી દેવામાં આવી છે. વર્ષોથી વફાદારી સાથે પક્ષ માટે કામ કરનાર નિષ્ઠાવાન કાર્યકર્તાઓને ટિકીટ મળતી નથી જયારે કોંગ્રેસમાંથી આવેલાને ગણતરી કલાકોમાં ભાજપ ટિકીટ આપી દે છે.

કોંગ્રેસ દ્વારા ગઇકાલે ઉમેદવારોના નામની અંતિમ યાદી જાહેર કરવામાં આવી હતી જેમાં પેટલાદ વિધાનસભા બેઠકના વર્તમાન ધારાસભ્ય નિરંજનભાઇ પટેલના સ્થાને ડો. પ્રકાશ પરમારને ટિકીટ આપતા નિરંજનભાઇએ કોંગ્રેસ સાથે છેડો ફાડી નાંખ્યો છે. જો કે ભાજપ દ્વારા પેટલાદ બેઠક માટે ઉમેદવાર જાહેર કરી દેવામાં આવ્યા હોય જો નિરંજનભાઇ પટેલે ચુંટણી લડવી હશે  તો હવે અપક્ષ ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતરવું પડશે આજે ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે નામાંકન પત્ર દાખલ કરે તેી સંભાવના જણાય રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.