એકલા ભાવનગરમાં જ ડુંગળીનું ૧૧,૭૦૦ હેકટરમાં વાવતેર
હાલ ડુંગળીના ભાવમાં ખેડુતોમાં અસંતોષ જણાઇ રહ્યો હોવા છતાં આશ્ર્ચયજનક રીતે ડુંગળીનું વાવેતર ૩૭ ટકા ઉછળ્યું છે. તાજેતરમાં ઉતાળુ પાકની વાવણી પૂર્ણ થયા બાદ મેળલા આંકડા મુજબ ડુૅગળીનુ વાવતેર ૧૪,૩૦૦ હેકટરમાં થયું છે. જે દર વર્ષે સરેરાશ ૧૦,૩૦૦ હેકટરમાં થાય છે. ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષ ડુંગળીનું ઉત્પાદન ૩૧ ટકા વધુ થયું છે. ગત વર્ષે ડુંગળીના ભાવ ‚ા ૨૦ થી ૩૦ વચ્ચે રહ્યા હોવાથી ચાલુ વર્ષે પણ ડુંગળીથી યોગ્ય આવક મેળવી શકાશે તેવી આશાએ ખેડુતોએ ડુંગળીનું ધોમ વાવેતર કર્યુ હોવાનું જાણવા મળે છે. એકલા ભાવનગર જીલ્લામાં જ ડુંગળીનું ૧૧,૭૦૦ હેકટર વાવેતર થયું છે.