- રાજકોટ શહેરમાં લાંબો સમયથી ખાલી પડેલી એસસી-એસટી સેલના એસીપી તરીકે ચિંતનકુમાર પટેલની નિમણુંક
- રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, પોરબંદર, અમરેલી, દ્વારકા, જૂનાગઢ, જામનગર, બોટાદ, ભાવનગરને નવા અધિકારીઓ મળ્યા
અલગ અલગ જિલ્લામાં તાલીમ પૂર્ણ કરી ચૂકેલા સીધી ભરતીના 37 ડીવાયએસપીને પોસ્ટિંગ આપવામાં આવ્યું છે. જે પૈકી 12 ડીવાયએસપીને સૌરાષ્ટ્રમાં મુકવામાં આવ્યા છે. રાજકોટ શહેર પોલીસમાં એસસી-એસટી સેલના એસીપીની પોસ્ટ ખાલી પડી હતી જે પોસ્ટ પર આખરે ચિંતનકુમાર પટેલની નિમણુંક કરવામાં આવી છે. ગૃહ વિભાગના આદેશથી સૌરાષ્ટ્રના રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, પોરબંદર, અમરેલી, દ્વારકા, જૂનાગઢ, જામનગર, બોટાદ, ભાવનગરને નવા અધિકારીઓ મળ્યા છે.
નાયબ પોલીસ અધિક્ષક ક્લાસ-1 ની નવી ભરતી કરવામાં આવી છે. વર્ષ 2017, 2021 અને 2022 ની બેચના અધિકારીઓની તાલીમનો સમયગાળો પૂર્ણ થતા તમામ અધિકારીઓની નિમણુંક કરવામાં આવી હતી. જેમાં રાજકોટ શહેર એસસી-એસટી સેલના એસીપી તરીકે ચિંતનકુમાર મોહનલાલ પટેલની નિમણુંક કરવામાં આવી છે. જયારે રાજકોટ ગ્રામ્યમાં એસસી-એસટી સેલના ડીવાયએસપી તરીકે શ્રીજીતા સાકળચંદ પટેલની નિયુક્તિ કરવામાં આવી છે.
આ ઉપરાંત સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લામાં મુકાયેલા અધિકારીઓની વાત કરવામાં આવે તો મોરબી એસસી-એસટી સેલના ડીવાયએસપી તરીકે વિરલકુમાર દલવાડી, સુરેન્દ્રનગર હેડ ક્વાર્ટરના ડીવાયએસપી તરીકે પાર્થ પરમાર જયારે એસસી-એસટી સેલના ડીવાયએસપી તરીકે નિકુંજ પટેલ, પોરબંદર એસસી-એસટી સેલના ડીવાયએસપી તરીકે ધ્રુવલ છગનભાઇ સુતરીયા, અમરેલી એસસી-એસટી સેલના ડીવાયએસપી તરીકે નયના ગોરડીયા, દ્વારકા એસસી-એસટી સેલના ડીવાયએસપી તરીકે વિસ્મય માનસેતા, જૂનાગઢ એસસી-એસટી સેલના ડીવાયએસપી તરીકે રવિરાજસિંહ પરમાર, જામનગર એસસી-એસટી સેલના ડીવાયએસપી તરીકે મિત રુદલાલ, બોટાદ એસસી-એસટી સેલના ડીવાયએસપી તરીકે મનીષાબેન દેસાઈ અને ભાવનગર એસસી-એસટી સેલના ડીવાયએસપી તરીકે રિમાબેન ઝાલાને પોસ્ટિંગ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત અન્ય અધિકારીઓની જો વાત કરવામાં આવે તો શિલ્પા ભારાઈને થરાદ, ચિરાગ વડોદરિયા લને સુરત ગ્રામ્ય, દીપ પટેલને અમદાવાદ શહેર, મિલન મોદીને વડોદરા ગ્રામ્ય, રોશની સોલંકીને અમદાવાદ શહેર, અદ્વેત ગાંધીને અમદાવાદ શહેર, કૃણાલ રાઠોડને ખેડા, ચંદ્રરાજ સોલંકીને વડોદરા શહેર, નિકિતા શિરોયાને તાપી, જયકુમાર કંસારાને મહેસાણા, પાર્થ ચોવટીયાને આણંદ, પરેશ રેણુકાને પાટણ, જનેશ્વરસિંહ નલવાયાને ડાંગ, કૃણાલસિમહ પરમારને બનાસકાંઠા, નવીન આહીરને અરવલ્લી, હરેશ ચાંદુને નવસારી, વિરલ ચંદનને નર્મદા, અનિલ સીસારાને ભરૂચ, બ્રિન્દા જાડેજાને પંચમહાલ, તપનકુમાર ડોડીયાને અમદાવાદ ગ્રામ્ય, કુલદીપકુમારને નાયીને સાબરકાંઠા, ડો. વિશ્વા શાહને ગાંધીનગર, આસ્થા રાણાને અમદાવાદ ગ્રામ્ય, રિદ્ધિ ગુપ્તેને આણંદ અને મિત્તલ સાકરીયાને વડોદરા શહેર ખાતે પોસ્ટિંગ આપવામાં આવ્યું છે.